આજે ભૂકંપના બે દશકા પછી પણ ભૂકંપના આચંકા સમયાંતરે ઘણા બધા નાના-મોટા શહેરોમાં ચાલુ રહ્યા છે ? હજુ પણ ભૂકંપ આવવાની ઘટના ચાલુ રહેશે એવો ગ્રહોનો છુપો સંકેત દર્શાવે છે. હવે પછીના સમયમાં સુનામી આવવાની પ્રબળ સંભાવના રહેલી છે, કારણ કે પૃથ્વી તત્વ રાશિમાં વધુ ગ્રહોનો સમન્વય થવાનો છે અને અગામી આવનાર ગ્રહણો પણ પૃથ્વી તત્વની રાશિમાં થવાના છે અને તેનો સમય લાંબો સમય રહેવાનો છે, માટે મોટા-મોટા દરીયાઇ કીનારી વાળા શહેરમાં વધુ સાવધાની રાખવી આવશ્યક બની રહે. અગાઉ શનિના કુંભ રાશિના પરિભ્રમણ દરમિયાન વડીલોના વધુ લગ્નોના સમાચાર મળશે તેમજ તેમની વિધીવત કંકોત્રી જોવા મળશે ?
જે જાતકોની જન્મ લગ્ન કુંડળીમાં વક્રી ગ્રહોનો સંબંધો રહેલાં છે. તેવા જાતકો આગામી સમયમાં વધુ સારી સફળતા પ્રાપ્ત કરશે.! માનવ જીવનમાં અનેકવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાથ,પગ અને ગળામાં વધુ નંગો માળા,મોતી,પેડલ પહેરવાના અભિગમ વધશે.
જમીન-મકાન મિલકત અંગેના વધુ તેજીના સોદાઓ જોવા મળશે. જુની-જુની અસ્કામતોમાં રીનોવેશન થાય. માર્ગ વાહન-વ્યવહાર ક્ષેત્રે વધુ સુધારાઓ પ્રજાલક્ષી બની રહેશે. જનમાનસમાં જુની પુરાણી ચીજવસ્તુઓ ખરીદવા,રાખવા કે બતાવવા માટે વધુ માંગ બની રહેશે.ખાસ કરીને જુના ચલણી સિક્કાઓ,દસ્તાવેજો,ખતો,લખાણો કે એન્ટીક આઈટમ.ઐતિહાસિક બાબતોમાં વધુ સંશોધનો થાય તેમજ તેની સારી માવજત જાળવણી કરાય.
આપણા ભારત દેશની મુલાકાતીઓ ઉમટી પડશે તેમજ તેની વિશિષ્ટ નોંધ કરશે ખરેખર ભારત દેશ મહાન છે.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
