જો બાઈડન વહીવટીતંત્રનો મોટો નિર્ણય, આપી આ મહત્વની ભેટ

જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધાને હજી એક અઠવાડિયા જ થયો છે, પરંતુ આ દરમિયાન તેમની સરકારે એટલો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે,જેનાથી અમેરિકામાં કાર્યરત H-1B વિઝા ધારકોએ રાહતનો શ્વાસ લીધો હોવો જોઈએ.

આ નિર્ણાયક નિર્ણયમાં, બાઈડેન વહીવટીતંત્રે H-1B વિઝાધારકોના H-4 વિઝા ધરાવતા કર્મચારીઓને કામ ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનિય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં H-1B વિઝાધારક કર્મચારીઓને આશંકા હતી કે તેઓને અમેરિકામાં ચાર વર્ષ ગાળ્યા બાદ વધુ કામ કરવાની છૂટ આપવામાં આવશે કે નહીં, પરંતુ બાઈડન વહીવટીતંત્ર આ નિર્ણયથી, તે ડરને હવે અંત આવ્યો છે.

ઓબામાં વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝાના જીવનસાથીઓને અમેરિકામાં H-4 વિઝા હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે એક એજન્ડા હેઠળ તેનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, બાઈડેનના આ તાજેતરના નિર્ણય અંગે ખુશી જાહેર કરતાં H-4 વિઝાધારક એટલાન્ટાના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, લાંબા સંઘર્ષ બાદ અમે ખૂબ જ રાહત અનુભવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap