કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, આ તારીખે થશે કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક સમસ્યાઓ વચ્ચે શુક્રવારે પાર્ટીની વર્કિંગ કમિટી મળી હતી. બેઠકમાં જ્યાં નેતાઓએ ટૂંક સમયમાં આંતરિક ચૂંટણીઓ યોજવાની અપીલ કરી હતી. શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની પસંદગી કરશે, જેમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણી સૌથી મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ કાર્યકારી કમિટીની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સંબોધનમાં મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે અસંવેદનશીલતા અને અહંકારની બધી હદ વટાવી દીધી છે. ખેડૂત આંદોલન અંગે સોનિયાએ કહ્યું હતું કે, આ કાયદાઓ સરકારે ઉતાવળમાં પસાર કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાએ કહ્યું કે, સંસદને કૃષિ કાયદાને યોગ્ય રીતે સમજવાની તક આપવામાં આવી નથી અને હવે બેઠકો ચાલી રહી છે. સોનિયાએ કહ્યું કે, કોંગ્રેસે આ ત્રણેય કાયદાઓને સંપૂર્ણ રીતે નકારી દીધા છે, આ કાયદાઓ એમએસપીથી માંડીને ખાદ્ય સુરક્ષા સુધીની દરેક બાબતે સવાલો ઉભા કરે છે.

જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી 2019 બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે બાદ સોનિયા ગાંધીએ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. કોંગ્રેસમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે, રાહુલને ફરીથી અધ્યક્ષ પદ પર તાજપોશી થઈ શકે છે. જોકે, ઘણી વખત પાર્ટીમાં ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનાવવાનો અવાજ પણ ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap