અમદાવાદ: મુખ્યમંત્રી રૂપાણીએ આર.આર.સેલને લઈને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આર.આર.સેલ નાબુદ કરાયો છે. રાજ્યમાં દરેક રેન્જમાં આર.આર.સેલ કાર્યરત હતું. અમદાવાદ રેન્જનાં કાંડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર લાંચમાં ઝડપાયો હતો.
CM રૂપાણીએ જણાવ્યું હતું કે,PIઅને PSIના ડ્રેસમાં બોડી સેલ લગાવવામાં આવશે અને SPને વધુ સત્તા આપવામાં આવશે. રક્ષક જ ભક્ષક બને એવા કોઈ સંજોગોમાં ચાલશે નહીં. આવનારા દિવસોમાં પોલીસના યુનિફોર્મમાં કેમેરા લગાવી દેવામાં આવશે અને તમામ જીલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે.
ઉલ્લેખનિય છે કે,1995થી આર.આર.સેલ કાર્યરત હતું. આર.આર.સેલનું વિસર્જન થતાં પોલીસમેનો જિલ્લામાં ફળવામાં આવશે અને દરેક જિલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત અપાશે.
