સુરતની લાજપોર જેલમાં ભુજના યુવાનનું મોત, પરિવારજનોએ લગાવ્યો આવો આક્ષેપ

બિમલ માંકડ,કચ્છ: ભુજના યુવાનને પાસાના કેદી તરીકે સુરતની લાજપોર જેલમાં ધેકલાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે ઘટનાને પગલે કુટુંબીનોએ યુવાનની હત્યા કરાઈ હોવાનો આક્ષેપો કરાયા છે, તો જેલ પ્રશાસનની બેદરકારી હોવાનું પણ જણાવ્યું હતું.

જાણવામળતી વિગતો અનુસાર અગાઉ હત્યા અને મારામારીના બનાવમાં સંકળાયેલા બન્ને સહોદરોને તંત્ર દ્વારા પાસાની કલમો તળે સુરત અને અમદાવાદ જેલમાં ધકેલાયા હતા ત્યારેવ ત્રણેક માસ અગાઉ ભુજના અસલમ ઈસ્માઈલ ઉર્ફે બાપાડોને સુરતની લાજપોર જેલમાં તેમજ તેના ભાઈ અખ્તર ચાકીને અમદાવાદની જેલમાં ધકેલાયા હતા. જેમાં સુરતની જેલમાં મોકલાયેલા અસલમ ચાકીનું જેલમાંથી છૂટવાના આગલે દિવસેજ મૃત્યુ થયું હતું ઘટનાને પગલે મૃતકના કુટુંબીજનોએ યુવાનની હત્યા કરાઇ હોવાની શંકા વ્યકત કરી છે. મૃતકના કાકા અકબર ચાકીએ જણાવ્યું હતું કે, તેના ભત્રીજાનું સુરતની જેલમાં મર્ડર કરાયું છે અને ૩ મહિના અગાઉ તેને ખોટી રીતે પાસાની કાર્યવાહી કરી સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો હતો અને ચોથી તારીખે તે છુટવાનો હતો તે પૂર્વજ આગલા દિવસે તે મૃત્યુ પામ્યો છે,

ત્યારે તેનું મર્ડર થયું હોય તેવી પૂરી શંકા દર્શાવી હતી ત્યારે ઘટના પાછળ જેલ પ્રશાસનની ઘોર બેદરકારી હોવાનું ઉમેર્યું હતું આ બાબતે મૃતકના પિતા ઈસ્માઈલ ચાકીએ કહ્યું છે કે, તેની બેરેકમાં માથાભારે શખ્સો હતો તે તેના પુત્રને અવાર નવાર મારઝૂડ કરી રહ્યો હતો આ બાબતને લઈને બેરેક બદલાવા માટેની રજૂઆતો પણ જેલના જવાબદારોને કરાઈ હતી. અને ત્રણેક દિવસ અગાઉ અસલમે તેના પિતા સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ત્યારે જણાવ્યું હતું કે, મારા માટે દુઆ કરજો તેના પિતાએ વધુમાં ઉમેર્યું હતું કે, એ દિવસે તેને પેટમાં ખુબ દુખાવો થઈ રહ્યો હતો અને તેની પાસળીઓમાં ઇજાઓ થઈ છે એ બાબતે મૃતકે જેલરને ફોન કરી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની વાત પણ કરી હતી, પરંતુ તેઓ બીજા દિવસે હોસ્પિટલ લઈ ગયા હતા અને બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતને જેલ પ્રશાસનની ઘોરબેદરકારી ગણાવી તેમના પુત્રની હત્યા થઈ હોવાના કુટુંબીજનોએ આક્ષેપો કર્યા હતા.મૃતકના પરિવારજનો મૃતદેહ લેવા માટે સુરત ગયા છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap