ભુજમાં યુવાન પરણીતાનો ભરથાર જ ભક્ષક નીકળ્યો ગળેટુંપો આપીને પત્ની હિના ને ઉતારી મોતને ઘાટ

કચ્છ, બિમલ માંકડ : ભુજ એ ડિવિઝન પોલીસે સતર્કતા દાખવી આરોપીને દબોચી લીધો

ભુજ શહેરના ગણેશનગર ખાતે રહેતી પરણીતા હિના દિનેશ ગુસાઈ નામની ૨૮ વર્ષીય યુવાન પરિણીતાનું ગત ૨૨મી ના બપોરના ૩ વાગ્યાના અરસામાં રહશ્યમય મૃત્યુ થયું હોવાની ઘટના બનવા પામી હતી ત્યારે હતભાગી હિનાને તેનો પતિ દિનેશ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવીને મૃતકના પિતાને ભુજ આવીજવ જણાવ્યું હતું અને ઘટનાને પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર ઘટના હતભાગીના પિતા અને કુટુંબી જનોએ જણાવી હતી ને કહ્યું હતું કે હિના અને દિનેશે દશ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં અને ત્યારબાદ સમાજના રીતરિવાજ મુજબ તેઓના લગ્ન કરાવ્યા હતાં પરંતુ આ સમય ગાળા દરમિયાન અનેક વખત હિના રિસાઈને તેના પિતાને ઘેર માંડવી આવી હતી ત્યારે છેલ્લી વખત હતભાગી હીનાએ પોતાના પતિની હરકતો વિશે વનાવના દિવસે સવારના આઠ વાગ્યે કોલ કરીને જણાવી હતી કે તેના મોબાઈલમાંથી પોતાના પતિ સાથે અન્ય સ્ત્રીનો ફોટો મળ્યો છે અને તે ફોટો મૃતકે તેના ભાઈને મોકલ્યો છે આ બાબતે મૃતકે તેના પિતાને સ્પષ્ટ કહ્યું હતું કે તમે હાલ તેના પતિ સાથે વાત ન કરતા અન્યથા તેનો પતિ તેને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી ત્યાર બાદ મૃતકના પિતાએ અનેક કોલ તેની દીકરીને કર્યા હતા પરંતુ કોલ રિસીવ થયા ન હતા અને તેના જમાઈનો કોલ આવ્યો હતો ત્યારે તાબડતોબ હિનાના કુટુંબીજનો ભુજ આવતા તેને જાણ થઈ હતી કે હિનાએ આત્મઘાતી પગલું ભરી લીધું છે અને જમાઈ દિનેશ રમેશગર ગુસાઈ પોતે કામસર અંજાર ગયો હતો અને પરત ઘરે આવતા હિના ઊંધા માથે જમીનપર પડી હતી અને આ જોઈ પોતે તેને હોસ્પિટલ પહોંચ્યો હતો બનાવટી તુતને પોલીસ સમજી ગઈ હતી અને ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ પી.એમ.ચૌધરીએ મૃતદેહનું નિરીક્ષણ કરતા તેને તરતજ આ બનાવ આત્મહત્યા નહિ પરંતુ હત્યાનો હોવાની શંકા હતી અને માવીતરોએ પણ પી.એમ જામનગર ખાતે કરાવવા પોલીસને જણાવ્યું હતું અને જામનગર હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું જેમાં મૃતકનું ગળેટુંપો આપવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાપરથી પરદો ઉચકાઈ ગયો હતો અને દશ વર્ષ પૂર્વે કરેલ પ્રેમ અચાનક ગાયબ થઈ ગયો હતો અને ભરથા જ ભક્ષક બન્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગઈ કાલે હતભાગીના માંડવી રહેતા પિતા ગોવિંદગર ડુંગરગર ગુસાઈએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેના જમાઈ દિનેશ રમેશગર ગુસાઈ ઉ.વર્ષ ૩૦ રહે.ગણેશનગર ભુજ સામે હત્યા સબબનો ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની વિધિવત ધરપકડ કરી હતી હાલ હતભાગી હિનાની ૮ વર્ષીય પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હોવાનું મૃતકના પિતાએ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap