બિમલ માંકડ, કચ્છ: ભુજ તાલુકાના દેશલપર ગામે આજે ૫૦૦૦ થી વસ્તી ધરાવતા ગામે વિરોધ સાથે સજ્જડ બંધ પાડ્યો હતો. પંચાયતની મહમતી વગર ગામથી ત્રણ કિલોમીટર દુર પંચાયત બોર પાસેની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ગામમાં સર્જાશે તેવી દહેસત પણ વ્યક્ત કરી છે.અનેક રજુઆતો અને વિરોધ કાર્યક્રમો પછી આજે ભુજ તાલુકાના દેશલપર ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. આ અંગે કલેકટર સહિત તમામ જગ્યાએ પંચાયત દ્રારા રજુઆતો પણ કરાઇ છે. પંચાયતની સહમતી વિના જમીન મંજુરી કરી દેવાયાનો પણ ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે. જે હેતુ માટે જમીનની પહેલા મંગા કરાઇ હતી તે તંત્રએ મંજુરી આપી ન હતી જો કે ત્યાર બાદ અન્ય સામજીક હેતુસર જમીન મંગાવામાં આવતા તંત્રએ મંજુરી આપી દીધી છે. પરંતુ પંચાયતનો બોર પણ આ જમીનની અંદર આવે છે.
જેને કારણે ભવિષ્યમાં પાણી માટે મુશ્કેલી સર્જાશે અને શિયાળા ઋતુમાં જો બે દિવસથી ગામમાં પાણીની સમસ્યા છે તો ઉનાળામાં સ્થિતિ કેવી થશે તેને યક્ષ પ્રશ્ન ગણાવ્યો હતો અને બોરઘરની બહાર દિવાલ પણ ચણી દેવાઇ છે જેને લઈને આજે સંપુર્ણ ગામે બંધ પાડીને સ્થળ પર જઇ વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી દિવસોમા જો તંત્ર દ્રારા કરાયેલ હુકમ રદ્દ નહી કરવામાં આવે તો સંપુર્ણ ગામ ચુંટણીનો બહિષ્કાર કરી ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ નોંધાવશે ગ્રામજનો આજે વિરોધ માટે એકઠા થતા ચુંસ્ત પોલિસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. છેલ્લા બે વર્ષથી ગ્રામજનો આ મામલે વિરોધ કરી રહ્યા છે પરંતુ વિરોધ છંતા તંત્રએ ટ્રસ્ટને જમીન મંજુર કરી દીધી છે.
