બિમલ માંકડ, કચ્છઃ કચ્છનાં પાટનગર ભુજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભુજ નગરપાલિકાની ચૂંટણી માટેનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા હમીરસર તળાવના કાંઠે ગાંધી બાપુની પ્રતિમાની સાક્ષીએ શપથ લેવામાં આવ્યા હતાં કે ભ્રષ્ટાચાર મુક્ત શાશનના કોંગ્રેસ દ્વારા મેનીફેસટો પણ ભુજ શહેર માટે જાહેર કરવામાં આવ્યો છે. ભુજના ૧૧ વોર્ડમાં કોંગ્રેસના ૪૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૯ માં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ઉભો રહ્યો નથી જેના કારણે આ વોર્ડ બિનહરીફ જાહેર થયો છે કોંગ્રેસ દ્વારા આજથી ભુજમાં ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે.
ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર ૧૦ના ઉમેદવાર રવિ ત્રવાડીએ જણાવ્યું કે,ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચી લેવા બાબતે કોંગ્રેસના ઉમેદવારો પર દબાણો કરાઇ રહ્યાં છે ત્યારે ૧૨૨ કરોડનું બજેટ હોવા છતાં ભુજમાં રસ્તા,ગટર,પાણી અને લાઈટની અનેક સમસ્યાઓ છે ભ્રષ્ટચારના કારણે ભાજપને દર વખતે ભુજમાં ઉમેદવારો બદલવા પડે છે ત્યારે વર્ષ ૨૦૨૧ની આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને વિજેતા બનાવાય તેવી નગરજનોને અપીલ કરાઈ હતી.
ભુજ શહેર માટેના કોંગ્રેસના મેનીફેસટોમાં જણાવાયું છે કે દરેક વોર્ડમાં વોર્ડઓફિસ ખોલવામાં આવશે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, તળાવો અને વરસાદી નાળાની નિયમિત સફાઈ,ભાડાની ગ્રાન્ટમાંથી ભુજમાં જીમ અને સ્વીમીંગ પુલ બનાવાશે,વોર્ડ વાઇઝ બગીચા,પાર્કિગ પ્લોટ સહિતના વાયદાઓ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂકયુ છે કચ્છમાં પાંચ નગરપાલિકા, દસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૪૦ સીટની કુલ ૪૪૦ સીટો પર ૧૧૩૧ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે પ્રજાને કયા પક્ષપર કેટલો વિશ્વાસ છે તેતો આવનારો સમયજ બતાવશે પરંતુ હાલ તો વાયદાઓની ભરમાર ચલાવીને નાગરિકોને રિજવવામાં આવી રહ્યાં અને સતાપક્ષની નિષ્ફળ નિવડેલી બોડીએ નાગરિકોની તકલીફોમાં વધારો કર્યો છે ત્યારે સતા પક્ષે નિષ્ફળ નિવડેલી બોડીમાંથી માત્ર સાત ચેરાઓ રિપીટ કરાયા છે બાકીતો ઘી નાં ઠામમાં ઘી પડી રહ્યું હોય તેમ સમગ્ર કચ્છમાં ટિકિટો ફળવાઈ છે તો દરેક તાલુકાઓમાં અસંતોષના સુરો રેલાઈ રહ્યાં છે ત્યારે હવે કોંગ્રેસ પર પ્રજા વિશ્વાસ રાખે અને ભ્રષ્ટાચાર મુક્ત સાસન ચલાવે તેમજ આપેલા વચનો નાગરિકો માટે સાર્થક નિવડશે તેવો વિશ્વાસ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.
