ભુજ: ત્રણ કિશોરોના રેતીમાં દટાયેલા મૃતદેહો મળ્યાં, કૌટુંબિક ભાઇઓના મોતથી આખુંગામ હિબકે ચડ્યું

બિમલ માંકડ,કચ્છ: ભુજ તાલુકાના ધ્રોબાણા ગામના 3 કિશોરો રમત-રમતમાં મૃત્યુ પામ્યા છે. ગઇકાલે સાંજના અરસામાં ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા ધ્રોબાણા ગામમાં આવેલી હુસૈનીવાંઢ પાસે રેતીના પટમાં કૌટુબીક ત્રણ ભાઇઓ રોજમુજબ રમવા ગયા હતા. સાંજે ૬ વાગ્યા આસપાસ ત્રણેય હતભાગી કિશોરો ગયા બાદ કલાકો સુધી પરત ઘરેન આવતા પરિવાર સહિત ગ્રામજનોએ કિશોરોની શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકોની ભાળ મળી ન હતી અથાગ શોધખોળ બાદ નદીના પટમાં હતભાગીઓના પગરખાં જોવા મળ્યા હતા અને તે આધારે તપાસ કરતા એક ખાડામાંથી ત્રણે કિશોરોના મૃતદેહો મળ્યાં હતાં.

રાત્રીના ૯ વાગ્યાના અરસામાં પગરખાં પરથી હતભાગીઓની ભાળ મળી હતી. ત્યારે ખાવડા પોલીસે કરેલી તપાસ અનુસાર કિશોરો નિત્યક્રમ મુજબ નદીના પટમાં રમવા જતા હતા અને રમત રમીને ઘેર આવી જતા આ ગોજારી ઘટનામાં નદીના પટમાં રમતા બાળકોએ રમવા હેતુ બખોલ જેવો ખાડો બનાવીને હતભાગીઓ રમત રમી રહ્યાં હતા. તે સમયે અચાનક કિશોરો ઉપર ભેખડ ધસી પડી હતી અને હતભાગીઓએ બહાર નિકળવાની કોશિશ સાકાર ન થતા કિશોરોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.

ભુજ: ત્રણ કિશોરોના રેતીમાં દટાયેલા મૃતદેહો મળ્યાં, કૌટુંબિક ભાઇઓના મોતથી આખુંગામ હિબકે ચડ્યું

મૃતકોમાં મુનીર કાદર સમા ઉ.વર્ષ.૧૩ કલીમઉલ્લા ભીલાલ સમા ઉ.વર્ષ.૧૬ તથા રજાઉલ્લા રસીદ્દ સમા ઉ.વર્ષ.૧૪ ના મૃત્યુ નીપજ્યા હતા નાનકડા એવા ગામમાં કૌટુબિક ત્રણ ભાઇઓના મૃત્યુથી માતમ છવાયો છે. પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહો પરિવારજનોને અપાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap