ભાવનગર: જુના રતનપર ગામે કુંજ પક્ષીઓના શિકાર કરતા બે શખ્સો ઝડપાયા

પાર્થ મજેઠીયા, ભાવનગર: જિલ્લાના જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓનો શિકાર કરતા બે ઈસમોને ફોરેષ્ટ વિભાગે ઝડપી પાડયા હતાં. જુના રતનપર ગામની સિમ પાસે વિદેશી કુંજ પક્ષીઓના શિકાર કરતા હતા, તે દરમિયાન બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે બે શખ્સોને મૃત વિદેશી પક્ષી સાથે ઝડપી પાડ્યા હતાં,

ભાવનગરના જુના રતનપર ગામેથી કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા હતા, વનવિભાગની ટીમે બન્ને આરોપીઓને મૃત કુંજ પક્ષી સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો, ભાવનગર વન વિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ તથા ભાવનગર વન વિભાગના મદદનીશ વન સંરક્ષક વી.એ.રાઠોડની સૂચના હેઠળ વન વિભાગનો સ્ટાફ તપાસમાં હતો તે દરમિયાન ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં કુંજપક્ષીનો શિકાર કરતા બે શખ્સો કરણ ભોળાભાઈ જશભુરિયા ( ઉ.વ ૨૦ ) અને મુના મુળજીભાઈ જશભુરીયા ( ઉ.વ ૩૦ ) ( રહે .બન્ને , જૂના રતનપર ) ને રંગે હાથે ઝડપી લીધા હતાં.

બન્ને સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અંતર્ગત હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો, આ કામગીરીમાં સામાજિક વનીકરણ રેન્જ ઘોઘાના આર.એફ.ઓ દિવ્યરાજસિંહ સરવૈયા અને વિક્રમભાઈ રાઠોડ તથા ભાવનગર નોર્મલ રેન્જના ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને સંજયભાઈ દેસાઈ ફરજ પર રહ્યા હતાં, જો કે ગુજરાતમાં દર વર્ષે શિયાળો શરૂ થતાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, શિયાળો પૂરો થતાં તેઓ પોતાના દેશમાં જતા રહે છે, ત્યારે આવા વિદેશી પક્ષીઓનો શિકાર કરતા ઈસમો ઝડપી લેવા ફોરેસ્ટ વિભાગ સક્રિય થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap