ભાવનગર: પતંગની દોરી બની એક શિક્ષકના મોતનું કારણ

પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરમાં રહેતા અને તળાજાના નાની જાગધાર ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ જેઠવા પોતાના ઘર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે અચાનક પંતગની દોરી ગળાના ભાગ પર આવી અને ગળા પર ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

તળાજા ભાવનગર હાઇ-વે રોડ નજીક બની ઘટના શિક્ષક પોતાના ઘરે જઈ રહ્યાં હતા, એ દરમિયાન શિક્ષકના ગળા પર પતંગની દોરી આવી જતાં ગળાના ભાગે કપાય જતાં ગંભીર ઇજાઓ પહોંચતા શિક્ષક વિનોદભાઈ જેઠવાને તળાજાની સરકાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. તળાજા પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap