દુર્ઘટના બાદ જાગ્યા ભાવનગર મનપાના કમિશનર, 6 ખાનગી હોસ્પિટલ સીલ કરી

પાર્થ મજેઠીયા, ભાવનગર: મહાનગરપાલિકાનું તંત્ર ફાયર સેફ્ટીનો અભાવ અને એન.ઓ.સી ન હોય તેવી ખાનગી અને સરકારી હોસ્પિટલોને વારંવાર નોટીસો આપતી હતી. પરંતું હોસ્પિટલના સંચાલકો વારંવાર આવતી નોટીસોને ગણકારતા ન હતા જેને લઇ ભાવનગર ફાયર વિભાગ દ્વારા ભાવનગરની પ્રાઇવેટ હોસ્પિટલોને સીલ મારી હતી.

થોડા દિવસ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ ગત રાત્રીનાં સમયે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી અને 5 દર્દીઓના મોત થયા ત્યારે એક તરફ હોસ્પિટલના ફાયર સેફ્ટીના મુદ્દે સરકાર કડક બની તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે નોટિસને ગંભીરતાથી ન લેતા નર્સિંગ હોમને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં તેમજ અગાઉ પણ નોટીસો આપવામાં આવી હતી તેમાંથી આજે પુનિત નર્સિંગ હોમ, ઓમ રૂદ્ર નર્સિંગ હોમ, હોય યેન આઈસીયુ, મંત્ર નર્સિંગ હોમ અને ડો.લાખાણીના હોસ્પિટલને આંનસીક રીતે સીલ મારવામાં આવ્યા હતા જેને લઇ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોમાં ફફડાટ ફેલાયો અને ખાનગી હોસ્પિટલના સંચાલકોએ દોડધામ મચાવી હતી કંઈક લાગવગશાહી ના દોરડાઓ પણ લંબા કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આ વખતે ગંભીર પરિસ્થિતિ હોય માટે કોઈ પણ પ્રકારની લાગવક શાહી ચાલી ન હતી.

ફાયર ઓફિસર મહેશ હિરપરાએ જણાવ્યુ હતું કે હોસ્પિટલમાં દર્દીઓ એડમીટ હોય જેથી આખી હોસ્પિટલને સીલ મારેલ નથી પરંતુ ખાલી હોય તે જગ્યાઓને આંનસીક રીતે સીલ મારેલ છે, ફાયર સેફ્ટીનો અભાવ અને NOC નહીં ઘરાવતી હોસ્પિટલોને સીલ મારવાની કાર્યવાહી આગળ પણ શરૂ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap