પાર્થ મજેઠીયા,ભાવનગર: શહેરના ત્રાપજ ગામે રહેતા ખેતી અને વેપાર ઘંઘો કરતાં સંજયજતી બટુકજતી ગોસ્વામી પોતાની દુકાને બેઠા હતા. ત્યારે બબુજી બાલુભા ગોહિલે આવીને દુકાન બંધ કરી દેવાનું કહીને બિભત્સ ગાળો બોલવા લાગેલ અને ટીકીટનું બંધ કરી દેવાનું કહી ઘાકઘમકી આપી મારમારેલ જેથી સંજયજતી ઘરે જતાં રહેતા બબુજી બાલુભા ગોહિલ, મજબુતસિંહ નટુભા ગોહિલ સહિતનાંએ આવીને ગાળો બોલી ઘર પર પથ્થરમારો અને બોટલોના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. આ બનાવની અલંગ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટનાને લઇ સંજયજતી ગોસ્વામીએ જણાવ્યુ હતું કે ૨૦ થી ૨૫ જેટલા લોકોએ ઘર પર પથ્થરમારો અને બોટલાના ઘા ઝીંકી ગામમાં ભય ફેલાવી દીધી હતો, ઉગ્ર થયેલ ટોળું બેકાબુ બનેલું હતું પોલીસને પણ ગણકારતી ન હતી, આ બનાવને લઇ સંજયજતી ગોસ્વામીએ અલંગ પોલીસ સ્ટેશનમાં બબુજી બાલુભા ગોહિલ અને મજબુતસિંહ નટુભા ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેની વધુ તપાસ અલંગ પોલીસે હાથ ધરી છે.
