ચૂંટણી આવે ત્યારે વિકાસના કામોના ખાતમુહુર્ત ? જાણો કોણે કર્યા આવા આકરા પ્રહાર

પાર્થ મજેઠિયા, ભાવનગરઃ ભાવનગર શહેરમાં શાશકો અને નેતાઓ વિકાસના કાર્યના ખાત મહુર્ત તો કરે છે તે કામો એટલા હદે ટલ્લે ચડે છે કે ના કરો વાત. વાત છે ભાવનગર ના રીંગ રોડ ફેઝ ૨ નું કે જેનું ખાત મહુર્ત રાજ્ય ના મંત્રી વિભાવરીબેન દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું જે ને ચાર માસ કરતા પણ વધારે જેવો સમય વીતી ગયો છે પરંતુ રોડનું કામ તો શરુ નથી પરંતુ આજ રોડ પર થી પસાર થતી ભાવનગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, વિકાસના નામે નેતાઓ ને માત્ર ચુંટણી આવે ત્યારે વિકાસના ખાત મહુર્ત કરતી હોવાનો આક્ષેપ ભાવનગર મ.ન.પા ના પૂર્વ નેતા વિપક્ષે લગાવ્યા છે તેવામાં જનતાને તો ધૂળ ખાવા નક્કી હોય તેમ આ રીંગ રોડ ક્યારે બનશે તે એક પ્રશ્ન છે

ભાવનગર શહેરના બુધેલ થી સીદસર તેમજ હિલપાર્ક થી આધેવાડા રુવા થી આગળ જતો ૭૫૦ મીટર નો રીંગ રોડ રૂપિયા ૧૦ કરોડ વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો તેમજ આ રીંગ રોડનું ખાત મહુર્ત પણ રાજ્યના મંત્રી વિભાવરી દવે એ ચાર માસ પૂર્વે ખાત મહુર્ત કર્યું હતું પરંતુ આ ખાત મહુર્ત જાણે લોકોને લોલીપોપ સમાન કર્યું હોય તેવું લાગી રહ્યું છે આંજે ચાર ચાર માસ વિતીવા છતાં આ રીંગ રોડ બનવાનું મહુર્ત આવ્યું નથી આ મામલે મનપા ના કમિશનરને પુછવામાં આવ્યું તો તેવો દોષનો ટોપલો આર.એમ.બી વિભાગ ઉપર ઢોળી નાખ્યો કહ્યું કે ત્યાં ના રહેલા દબાણોને હટાવામાં થોડું ડીલે થયો છે, પરંતુ આગામી સમયમાં રોડનું જલ્દી થી કામ શરુ થશે પરંતુ આહિયા સવાલ એ છે કે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઇ રહ્યું છે અને પ્રજા ને તો આખરે રોડ પર પસાર થવામાં માત્ર ધૂળ ખાવાનો જ વારો આવ્યો છે, તેવામાં ક્યારે આ રોડનું કામ શરુ થશે અને ક્યારે લોકો ધૂળ ખતા બંધ થશે તે એક પ્રશ્ન છે..!!!

ભવનાગર મનપા એ સોથી વધુ ટેક્સ વસુલ કરતી મનપા છે જેમાં નેતાઓ ચુંટણી આવે ત્યારે જનતા ને નતનવા વાયદો કરી અવનવા વાયદાઓ આપતી હોય છે આવાજ વાયદા નો જીવતો નમુનો એટલે શહેરનો રીંગ રોડ ૨ કે જેનું ખાત મહુર્ત કરવામાં નેતાઓ હર્ષની લાગણી અનુભવતા હતા પરંતુ ચાર માસ વીતવા છતાં આ રીંગનું માત્ર ખાત મહુર્ત જ થયું છે કામ શરુ કરવામાં નેતાઓ હોય કે આધિકારી પ્રજા ની કાઈ નાં પડી હોય તેમ રીંગ રોડ લટકતી હાલત જોવા મળી રહ્યો છે, આ રીંગનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે પરંતુ રીંગ રોડ બનાવામાં જાણે ગ્રાહણ લાગ્યું હોય તેમ આ રીંગ રોડ ટલ્લે ચડ્યો છે, મનપા ના પૂર્વ નેતા વિપક્ષનું કહેવું છે કે ભાવનગર ભાજપના શાશકો એક પણ રોડ પૂર્ણ કરી નથી શક્યા એક વિભાગ માંથી બીજા વિભાગમાં રોડની ખો ચાલી રહી છે આ રોડ અમારામાં નથી આવતો તેવું કહી છટકતા આધિકારીઓ તેમજ નેતાઓને પૂર્વ નેતા વિપક્ષે ટકોર કરી હતી કે આ રીંગ રોડ ગુજરાત સરકરામાં તો આવે છે તેને જલ્દીથી પૂર્ણ કરાવો જોઈએ અણઘણ વહીવટના કારણે શહેરમાં વિકાસ રોડે ચડી પોકારી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap