પાર્થ મજેઠીયા,ભાવનગર: મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે, બંધના એલાનને ભાવનગરમાં નહિવત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
ભાવનગરના ઘોઘાગેટ ખાતે બંઘના એલાનને લઈને દેખાવો કરવા એકઠા થયેલા કોંગ્રેસના તળાજાના ઘારાસભ્ય કનુ બારૈયા સહિતના 30 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિત તમામ રાબેતાબ મુજબ શરૂ જોવા મળ્યાં હતાં, દિલ્હીમાં ખેડૂત આંદોલન નો આજે 13 મો દિવસ છે.
ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન પણ કર્યું છે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોથી આવેલા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની ઉત્તર પ્રદેશ-હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જેમાં ખેડૂતોની માંગ પૂર્ણ ન થતાં આજે ભારત બંધનું એલાન આપ્યું છે. એલાનને પગલે ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંધના એલાનને પગલે જિલ્લાભરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, ભાવનગર શહેરના ઘોઘાગેટ ખાતે ભારત બંધના એલાનમના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો.જેમાં સી.પી.એમ ના કાર્યકરો પણ જોડાયા હતા વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરી શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
