પાર્થ મજેઠીયા, ભાવનગર: જિલ્લાના તળાજા ગોપનાથ રોડ પર આવેલ ઉંચડી ગામ નજીક આધેડનો મૃતદેહ પડયો હોવાની જાણ દાઠા પોલીસના ઉંચડી આઉટ પોસ્ટના બીટ જમાદાર અજયસિંહ સહિત પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી જેમાં તળાજાના ગોપનાથ નજીક પીથલપુર ગામના ગંભીરભાઈ ડાયાભાઈ દાઠીયા નામના આઘેડનો મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે, પી.એમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે.
