સાંસદ મનસુખ વસાવા માની ગયા ! રાજીનામાના નાટકથી શું ફાયદો થયો ?

અમદાવાદ: રાજકારણમાં આમ તો રાજીનામા પડવા એ કોઇ નવી વાત નથી. કોઇ નેતાને કોઇ વાત પર અણગમો થાય એટલે તુરંત રાજીનામું ધરી દે. આવું જ કંઇક ભરૂચના સાંસદ મનસુખ વસાવાને લઇને થયું છે. હજુ તો રાજીનામું આપ્યું એને 24 કલાક પણ થયા નથી કે તેઓએ રાજીનામું પાછું ખેંચી લીધું છે. અચાનક રાજીનામું અને અચાનક રાજીનામું પરત ખેંચી લેતા રાજકીય લોબીમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે રાજીનામાનું નાટક કરી મનસુખ વસાવાએ પોતાની કઇ માગ હાઇકમાન્ડ પાસે સ્વીકારાવી હશે.

રૂપાણી સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યું !

મનસુખ વસાવાએ રાજીનામું આપ્યા ને બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. બેઠક બાદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું કે સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નથી. નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap