ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનો વિરોધ હવે દેશવ્યાપી આંદોલન કરવા તૈયાર છે. દેશભરના ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું આહવાન કર્યું છે. તેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત સંગઠનો સામેલ છે. ઘણા રાજકીય પક્ષોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બંધને ટેકો આપ્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, “કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. અમે અમારી પાર્ટી કાર્યાલયોમાં પણ પ્રદર્શન કરીશું. રાહુલ ગાંધીના ખેડૂતોને મજબૂત કરવા આ એક પગલું હશે. અમે ખાતરી કરીશું કે તે કામગીરી સફળ થાય. “
Congress has decided to support the Bharat Bandh on December 8. We will be demonstrating the same at our party offices. It will be a step strengthening Rahul Gandhi’s support to the farmers. We will ensure that the demonstration is successful: Congress Spokesperson Pawan Khera pic.twitter.com/lyb3BmTBz9
— ANI (@ANI) December 6, 2020
ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિના બેનર હેઠળ બોલાવાયેલા ભારત બંધમાં, દેશમાં 400 થી વધુ ખેડૂત સંગઠનો સામેલ છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ તેને સમર્થન આપ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ, આરજેડી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને સપાએ પણ ભારત બંધને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોમાં, સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈ (એમએલ), આરએસપી અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે પણ બંધને ટેકો આપ્યો છે.
આઠમી ડિસેમ્બરે કૃષિ કાયદા રદ ન કરાયા તો ટ્રકોના પૈડા થંભી જશે અને સપ્લાય પૂર્વઠો ઠપ કરાશે. જ્યારે ખેડૂતોએ પણ આઠમી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે તેથી બેવડી અસર જોવા મળી શકે છે. ખેડૂતોએ દિલ્હીમાં શરૂ કરેલા આંદોલનનો નવમો દિવસ હતો અને આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે.
