દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલીત સમાજ સુરક્ષા સંકુલ તે ગુજરાત સરકારની જાહેર ખાનગી ભાગીદારી સંસ્થા છે. સંકુલએ ગુજરાતની એક અગ્રણી અને એકમાત્ર સંસ્થા છે જ્યાં દિવ્યાંગ તથા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો વસવાટ કરે છે. જેમા અનાથ બાળકોને પરિવાર મળી રહે તે માટેના પ્રયાસો સરકાર સાથે મળી કરવામા આવે છે. અનાથ બાળકોને પોતાનું ઘર પરિવાર મળે તે માટે દિપક ફાઉન્ડેશનનાં સંયુક્ત પ્રયાસોને કારણે 2 (બે) અનાથ બાળકોને આજે નવો પરિવાર મળ્યો અને તેઓ પોતાનુ નવું જીવન શરૂ કરશે.
દિપક ફાઉન્ડેશન સંચાલીત સમાજ સુરક્ષા સંકુલના બે સગા ભાઈઓ જેઓ વર્ષોથી સંસ્થા ખાતે રહી અભ્યાસ કરતા હતા અને જેઓએ પોતાનુ અત્યાર સુધીનુ જીવન માતા પીતા કે પરિવાર વગર જ ગાળ્યુ તેમની એવી ઇચ્છા હતી કે તેમનો પણ પરિવાર હોય, માતા પિતા હોય અને સમાન્ય રીતે અન્ય બાળકોની જેમ જીવન જીવે.
તેમના જીવનમાં ખુશહાલી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા દ્વારા એવા કુટુંબની શોધ કરવામાં આવી કે જેઓ આ ફોસ્ટર કેર યોજના અંર્તગત બાળકોની સાર સંભાળ લેવા ઇચ્છુક હોય જેમા વડોદરાની જિલ્લા બાળ કલ્યાણ સમીતી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા દિપક ફાઉન્ડેશન ટીમના સહીયારા પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં ફોસ્ટર કેરનુ બિજી વખત ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ. આ અગાઉ પણ આજ ટીમ દ્વારા રાજ્યમા પ્રથમ ફોસ્ટર કેરનો લાભ બાળકને આપ્યો હતો.
વિધિવત રીતે સમાજ સુરક્ષા સંકુલ–દિપક ફાઉન્ડેશન ખાતે ડો રુચીબેન મહેતા તથા તમામ પદાધીકારી, કર્મચારી, જિલ્લા બાળ કલ્યાણ સમિતી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ વગેરેની હાજરીમાં બાળકોને તેમના નવા પરિવારને સોપાયા હતા. બાળકો અને પરિવાર જણ માટે આજે આ તેમના જીવનનો સૌથી મોટો અવસર હતો.
