ગાંધીનગર: દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ અગ્ર સચિવઓ અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
