મોદી સરકારે શરૂ કરી બજેટની તૈયારી, આ તારીખે મળશે સર્વદલીય બેઠક

1 ફેબ્રુઆરીએ રજૂ થઈ રહેલા બજેટ પહેલા મોદી સરકાર તમામ પક્ષની સલાહ લેશે. કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષોના બંને ગૃહોના નેતાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 30 જાન્યુઆરીએ યોજાનારી સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ આપ્યું છે. કોરોનાથી સંબંધિત તમામ તકેદારી વચ્ચે બજેટ સત્ર બે ભાગમાં યોજાશે.

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રો કહેવુ છે કે,આ દિવસે એનડીએ પણ બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતમાં યોજાનારી સર્વદલીય બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભાના નેતા થાવરચંદ ગેહલોત, ઉપનેતા પિયુષ ગોયલ, સંસદીય બાબતોનામંત્રી પ્રહલાદ જોશી, અર્જુન રામ મેઘવાલ અને વી. મુરલીધરન ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં બધા રાજનૈતિક દળના બંને સગનોના નેતાઓ પણ ભાગ લેશે, સવારે 11:30 વાગ્યે બોલાવાયેલી આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે.

બજેટ સત્રમાં એક કલાકનો પ્રશ્ન સમયગાળો ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના કાળમાં સપ્ટેમ્બરમાં ચોમાસું સત્ર દરમિયાન, પ્રશ્નનો સમય મુલતવી રાખવામાં આવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બજેટ સત્ર દરમિયાન સંસદમાં આવતા સાંસદોની કોરોના ટેસ્ટ ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap