ગોધરામાં મટન માર્કેટમાં ગૌમાંસ ખુલ્લેઆમ વેચાતુ હતુ.પોલીસની ટીમે રેડ કરી 325 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો.

ગોધરા : પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં ખુલ્લામાં ગૌમાંસ વેચનારાઓ પર પંચમહાલ પોલીસે સપાટો બોલાવ્યો છે.જેમા ત્રણ મહિલા સહિત એક ઈસમને ઝડપી પાડીને મટન ભરેલા તગારા તેમજ છરીઓ,કુહાડા,ત્રાજવા
સહિત 1,82,645 લાખ રૂપીયાનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જીલ્લા રેન્જ આઈજી અને જીલ્લા પોલીસવડા દ્વારા ગૌવંશનુ કતલ કરીને ગૌમાંસની હેરાફેરી કરનારાઓની સામે કાર્યવાહી કરવાની સુચના મળી હતી.જેમા પંચમહાલ પોલીસના ડીવાએસપી,પીઆઈ,પીએસઆઈ તેમજ પોલીસકર્મીઓની સંયૂક્ત ટીમે ગૂપ્તરાહે ઓપરેશન પાર પાડીને વિસ્તારને કોર્ડન કરીને રેડ કરી હતી.જેમા ગૌમાંસનુ પાટલા ઉપર બેસીને વેચાણ કરતા ઈસમો પોલીસની ટીમને જોઈને ફરાર થઈ ગયા હતા.જેમા ત્રણ મહિલા અને એક ઈસમની સ્થળથી અટકાયત કરી હતી.આ મટન માર્કેટમા જોતા ગલીઓમાં હારબંધ લાકડાના મોટા પાટલાઓ,મટન ભરેલા તગારાઓ,મટન કાપવાની છરીઓ,કુહાડાઓ,વજનકાંટા,પાટલા સહિત 1,82,645 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તમામ મૂદ્દામાલ પોલીસ મથકે લાવીને સાઈન્ટીફીક ઓફીસર FSL સૂરત, તથા ગોધરા વેટેનરી ઓફીસરને બોલાવીને માસના સેમ્પલો લેવડાવીને તપાસ કરાવતા માંસનો જથ્થો ગૌમાંસ હોવાનુ જણાવતા આરોપીઓ (1) અબ્દુલ રહેમાન અહેમદ સૂરતી(2) કુબરા મહોમંદ ભાગલીયા(3)રૂકૈયા અબ્દુલા દુલ્લી(4)શરીફા સિદીક પીત્તળ તમામ રહે ગોધરા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • પંચમહાલ પોલીસના નીડર અને બાહોશ અધિકારીઓની સફળ કામગીરી

ગોધરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી કતલખાને લઈ જવાતા ગૌવંશોને પંચમહાલ પોલીસે અનેકવાર બચાવ્યા છે. ગૌમાંસનો વેપલો એ વાતની સાબિતી ઉભી કરે છે.ગાયોની હેરાફેરી થઈને તેની કતલ થાય છે.અને ગૌમાંસ ખુલ્લે આમ વેચાય છે.પરંતુ ગૌમાંશ ખુલ્લેઆમ વેચનારાઓ સામે પોલીસે સપાટો બોલાવતા વેચનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી.પોલીસ ટીમે આગોતરા આયોજનના રૂપે રેડ કરી હતી.પોલીસની ટીમમા

(1)એચ.એમ.કણસાગરા (DYSP),
(2)આર.આર.દેસાઈ(DYSP)
(3)એચ.એન.પટેલ (PI)
(4)ડી.એન.ચુડાસમા( LCB.PI)
(5) એમ.પી.પંડ્યા(PI)
(6)એમ.ઝેડ.પટેલ(PI)
(7) એમ.કે.ખાંટ(PI)
(8)એન.આર.રાઠોડ(PSI)
(9)જે.એન.જાડેજા (PSI)
(10) એ.એમ.પરમાર(PSI)
(11)એમ.એસ.પારગી(PSI)
(12)કે.આર.ચૌધરી(PSI)
(13)જે.બી.ઝાલા(PSI)
ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap