BCCIનો મોટો નિર્ણય, 87 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફીનું આયોજન નહીં થાય

BCCI 87 વર્ષના ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર તેની સૌથી મોટી પ્રથમ સીરિઝ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન કરશે નહીં. જો કે બોર્ડે વિજય હજારે ટ્રોફીને મંજૂરી આપી દીધી છે. પ્રથમ વખત, બીસીસીઆઈ અંડર 19 રાષ્ટ્રીય વન-ડે ટુર્નામેન્ટ વીનુ માંકડ ટ્રોફી અને મહિલા રાષ્ટ્રીય વન-ડે ટૂર્નામેન્ટનું પણ આયોજન કરશે. બોર્ડ સચિવ જય શાહે રાજ્ય એકમોને એક પત્રમાં આ માહિતી આપી હતી.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ શાહ રણજી ટ્રોફીનું આયોજન કરવા ઇચ્છતા હતાં, કારણ કે ખેલાડીઓ મહત્તમ મેચ ફી મેળવે છે (મેચ દીઠ આશરે 1.5 લાખ રૂપિયા), પરંતુ બે તબક્કામાં યોજાય તે માટે બે મહિનાનો બાયો બબલ બનાવવાનું કોરોના મહામારીને કારણે શક્ય ન હતું. શાહે પત્રમાં લખ્યું કે, મને એ કહેતા આનંદ થાય છે કે અમે વરિષ્ઠ મહિલા વન-ડે ટૂર્નામેન્ટ, વિજય હઝારે ટ્રોફી અને અંડર 19 વીનું માંકડ ટ્રોફીનું આયોજન કરી રહ્યાં છીએ. ઘરેલુ સીઝન 2020-21 અંગે તમારો પ્રતિસાદ મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

જય શાહે જણાવ્યું હતું કે,કોરોના મહામારીમાં ઘરેલું કેલેન્ડર તૈયાર કરવું કેટલું મુશ્કેલ હતું. તેમણે કહ્યું કે, “અમે પહેલાથી જ ઘણો સમય ગુમાવી દીધો છે અને સુરક્ષાત્મક પગલાઓને ધ્યાનમાં રાખીને ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવું એકદમ મુશ્કેલ હતું.” બીસીસીઆઇએ તેની એજીએમમાં ​​નિર્ણય લીધો હતો કે, જો સિઝન ટૂંકાવી દેવામાં આવે તો ખેલાડીઓને વળતર આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ દિશામાં કેટલાક પગલા લેશે જેથી ઘરેલુ ક્રિકેટરોની આર્થિક સ્થિતિને અસર ન પડે. શાહે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ યોજવા બદલ રાજ્યના એકમોનો પણ આભાર માન્યો હતો.

ઉલ્લેખનિય છે કે,1934માં પહેલીવાર શરૂ થયેલી આ ટૂર્નામેન્ટનું નામ ભારતીય રાજકુમાર અને ક્રિકેટર કે.એસ. રણજીતસિંહ જીનું નામ રાખવામાં આવ્યું છે, જેમણે 1896 થી 1902 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમી હતી. ક્રિકેટમાં લેટ કટ અને લેગ ગ્લાન્સ જેવા શોટની શોધ રણજિત સિંહને જાણીતી છે. રણજી ટ્રોફીની સૌથી સફળ ટીમ મુંબઇ છે, જેણે રેકોર્ડ 41 વાર ફાઈનલ જીત્યો છે. વસીમ જાફર 10 હજાર 738 રન સાથે ટૂર્નામેન્ટનો સૌથી સફળ બેટ્સમેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap