ભરત સુંદેશા,બનાસકાંઠા: જિલ્લા ભૂસ્તર વિભાગની ટિમ ગતરોજ મોડી રાત્રે ઓચિંતી તપાસમાં નિકળતા મોડી રાત્રે રોયલ્ટી ચોરી કરતા આઠ ડમ્પર કબ્જે કરી 16 લાખનો દંડ ફટકારતા ભુમાફિયાઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર ઓચિંતી રેડ કરી ભુમાફિયાઓને જડપવામાં સફળ રહ્યા છે. ત્યારે ફરી એક વખત જિલ્લા ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ગત મંગળવારે મોડી રાત્રે ભૂસ્તર વિભાગની ટિમ જેમાં શક્તિદાન ગઢવી, મેહુલ દવે અને વીરેન્દ્રસિંહ સોલંકી તપાસ અર્થે નીકળેલ અને આબુ હાઇવે, અંબાજી હાઇ-વે પરથી આવી રહેલ ડમ્પર ચેક કરતા સાત ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા મળી આવેલ જ્યારે દિવસ દરમ્યાન બધું બે ડમ્પર ઝડપી પાડેલ જોકે આ ડમ્પરમાં તપાસ કરતા રાજસ્થાન માંથી સીરામીક ઉદ્યોગ માટે વપરાતી ચાઇના કલે,રેતી, માર્બલ અને બિલ્ડીંગ સ્ટોન ખનીજ મળી આવેલ જેના રોયલ્ટી પાસ મળી ન આવતા ભૂસ્તર વિભાગ એ રૂ 2 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરી વડગામ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ જ્યારે તમામ ડમ્પર માલિકોને 16 લાખનો દંડ ફટકારેલ.
જોકે ભૂસ્તર વિભાગ દ્વારા દિવસ અને રાત દરમ્યાન આઠ ડમ્પર ઝડપી લેતા ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ભુમાફિયાઓ ભુર્ગભ માં ઉતરી ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના અધિવર્ષના સમયગાળા દરમ્યાન કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડેલ અને સરકાર માં આવક ઉભી કરેલ જ્યારે સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ તેમની ટિમ પણ રાત દિવસ જોયા વગર સરકારને ફાયદો થયા તેવા પ્રયત્ન કરેલ અને જેના કારણે આજે સરકાર ને બનાસકાંઠા માંથી કરોડોની ખનીજ માંથી આવક થઈ છે.
