કોવિડ-19 ના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી રોક રહેશે. ડીજીસીએએ 26 નવેમ્બરના રોજ જાહેરાત કરી. જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે માર્ચ મહિનામાં લોકડાઉન થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. ઘરેલું વિમાનમથકો પણ તે સમયે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 25 મેના રોજ ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન, વંદ ભારત મિશન અંતર્ગત આવતી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. DGCAએ અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને 30 નવેમ્બર સુધી વધારવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પરિસ્થિતિને જોતા હવે આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વંદે ભારત મિશન અંતર્ગત 29 ઓક્ટોબર સુધીમાં 20 લાખથી વધુ ભારતીય અન્ય દેશોમાંથી પાછા ફર્યા છે. 1 ઓક્ટોબરથી શરૂ થતાં મિશનના સાતમા તબક્કા હેઠળ, આ મહિનાના અંત સુધીમાં 247 દેશોમાંથી 1057 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી.
