મહેસાણા: રબારી સમાજના ધર્મગુરુ બળદેવ ગીરી બાપુનું નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. બળદેવગીરી મહારાજના નિધનથી રબારી સમાજમાં શોકનો માહોલ છે. પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

તરભ વાળીનાથ ધામના મહંત બળદેવગીરી મહારાજ નિધન પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ કરીને લખ્યું હતું કે, રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી દુ:ખ અનુભવું છું. ઈશ્વર એમના આત્માને સદગતિ અર્પે તથા હજારો અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…ઓમ શાંતિ….!!
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામ ના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજ ની આસ્થાનો ઉલ્લેખ કરતાં સીએમ રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
