Bihar Election Result: બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં પૂરી થયેલ ચૂંટમીના પરિણામ આજે છે. બિહારમાં મતગણતરી માટે 38 જિલ્લામાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવાવમાં આવ્યા છે.
•હસનપુર વિધાનસભા સીટથી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ પાછળ ચાલી રહ્યા છે. દસ વાગ્યા સુધી તે આગળ હતા. જ્યારે હમના ઇમામગંજથી ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી પણ પાછળ થઈ ગયા છે. સવા બે કલાકની મતગણતરી બાદ હવે ભાજપ અને જેડીયૂની એનડીએને બહુમત મળ્યો છે.
બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે તમામ તબક્કામાં થયેલ મતદાનની મતગણતરીના પરિણામ આવ્યા બાદ નક્કી થશે કે આગામી પાંચ વર્ષ સુધી બિહારની સત્તા કોની પાસે રહેશે.
