અમેરિકામાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં 27 વર્ષીના ભ્રણ સાથે એક બાળકીનો જન્મ થાય છે. આ પોતાનામાં એક અનોખો રેકોર્ડ છે, જ્યારે એક ગર્ભમાંથી એક છોકરીનો જન્મ થાય છે, જેને 27 વર્ષ પહેલાં ફ્રીજ કરવામાં આવ્યું હતુ.
સીએનએનના રિપોર્ટ અનુસાર, આ કેસ યુએસના ટેનેસી શહેરનો છે. 1992 માં, એક મહિલા દ્વારા ફ્રીજ કરેલા ભ્રુણને 12 ફેબ્રુઆરી 2020 ના રોજ, ટીના નામની સ્ત્રીમાં એક ગર્ભને મુકવામાં આવ્યું હતુ. અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્રીઝ ગર્ભ છે, જ્યાંથી એક બાળકીનો જન્મ થયો હતો. ટીનાએ 26 ઓક્ટોબરના રોજ મોલી નામની એક બાળકીને જન્મ આપ્યો.
અહેવાલ પ્રમાણે, 2017 માં ટીનાની પહેલી પુત્રી એમ્મા પણ આ જ ટેકનીકથી જન્મી હતી. એમ્માનું ગર્ભ 24 વર્ષનું હતું. ટીનાએ જણાવ્યું કે તેનો પતિ સિસ્ટીક ફાઇબ્રોસિસનો દર્દી છે. આ રોગ બાળકને જન્મ આપવામાં મોટી અવરોધ છે. આથી જ અમે એમ્બ્રિઓ ફ્રીઝિંગ સાથે ફરીથી બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.
ટીનાએ એમ પણ કહ્યું કે મને આ ટેકનીક વિશેની માહિતી મારા પિતા પાસેથી મળી. તેમને એક મેગેઝિનમાંથી એમ્બ્રીયો ફ્રીઝ કરવાની ટેકનીક વિશે ખબર પડી. અમે આ ટેકનીક વિશેની માહિતી એકત્રિત કરી અને રાષ્ટ્રીય ગર્ભ દાન કેન્દ્ર પર પહોંચ્યા. અહીંથી પ્રક્રિયા શરૂ થઈ. જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે, ત્યારે ગર્ભનો વિકાસ શરૂ થાય છે. ઘણા દંપતિ આ ગર્ભને ફ્રીઝ કરે છે
