બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તેમના શાનદાર અભિનય અને સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. આયુષ્માન સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે, તેણે ‘બરેલી કી બર્ફી’, ‘બધાઈ હો’, ‘વિક્કી ડોનર’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ જેવી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. હવે આયુષ્માન જંગલી પિક્ચર્સ સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે, જેનું નામ ‘ડોક્ટર જી’ છે. આ ફિલ્મમાં આયુષ્માનના રોલના નામ પણ ‘ડોક્ટર જી’ હશે.
ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતાં આયુષ્માને કહ્યું કે, મને ‘ડોક્ટર જી’ ની સ્ક્રિપ્ટ ગમી ગઈ છે અને મેં તરત જ તેને હા પાડી દીધી છે. કારણ કે આ એક સંપૂર્ણ ફ્રેશ સ્ટોરી છે અને એકદમ અલગ છે. સાથે નવા આઇડિયા પર આધારિત, ફિલ્મ જોઈને તમને હસાવશે અને તમને વિચારવા પર મજબુર પણ કરી દેશે.
આયુષ્માન પ્રથમવાર ડોક્ટર બનશે
આયુષ્માને કહ્યું કે, ‘હું મારી કારકિર્દીમાં પહેલીવાર ડોક્ટરની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને તે એક મેસેજ પણ આપશે જે સીધા તમારા હૃદયને સ્પર્શી જશે. આ ફિલ્મનું ડાયરેક્શન અનુભૂતિ કશ્યપ કરી રહ્યાં છે. ફિલ્મની કહાની કોમેડી-ડ્રામા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સાથે પહેલીવાર અનુભૂતિ ડાયરેક્શમાં પોતાનો હાથ અજમાવશે. ડાયરેક્ટર તરીકેની તેની આ પહેલી ફિલ્મ હશે. અનુભૂતિ આ વિશે કહે છે, ‘હું ફિલ્મ નિર્માણના કામમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે આવી છું. હું જંગલી પિક્ચર્સ અને ટેલેન્ટેડ આયુષ્માન ખુરન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
તમને જણાવી દઈએ કે અભિનેતા આયુષ્માન ખુરનાએ 2012માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો આપણે તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના છેલ્લે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ગુલાબો સીતાબો’માં કામ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મમાં, તેણે ભાડૂતની ભૂમિકા ભજવી હતી, જે ભાડુ ચૂકવતો રહે છે. વળી, આયુષ્માનની પાછલી ફિલ્મ ‘બધાઈ હો’એ 2 નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે.
