ઉના તાલુકાની આંગણવાડીમાં થયેલ ભરતી કૌભાંડની ઓડીયો ક્લીપ થઈ વાયરલ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના તાલુકા બાળ વિકાસ સંકલન કચેરી દ્વારા ઉના તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં ધટતા વર્કર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2020માં બહાર પાડવામાં આવેલ અને તમામ ઉમેદવારોના ઓનલાઇન ડોકયુમેન્ટ અને અરજી માંગવામાં આવેલ ત્યાર બાદ તેની ચકાસણી જેતે વખતના ઇન્ચા. સીડીપીઓ દર્શનાબેન પુરોહીતને સોપવામાં આવેલ હોય અને ત્યાર બાદ સપ્ટેમ્બર 2020ના રોજ મેરીટ આધારીત ભરતી બહાર પાડતા તેમાં કૌભાંડ કરી કેટલાક ઉમેદવારો પાશે ઓફીસ માંથી રૂ.1.50 લાખની રકમ મેળવીને કેટલાક લાગવગીયા ઉમેદવારોની ભરતી કરી લેવાતા ભારે દેકારો મચેલ હતો. અને ત્યાર બાદ ઉમેદવારોએ એકજ વોર્ડના અલગ અલગ રહેણાંકીય વિસ્તારના પુરાવાઓ આપેલ હોવાનું પણ બહાર આવેલુ ત્યાર બાદ આ કૌભાંડની તપાસ પણ ઉચ્ચકક્ષાના અધિકારીને સોપવામાં આવી હતી.

તેનુ સીધુ મોનિટરીંગ તાલુકા વિકાસ અધિકારીને પણ સોપવામાં આવેલ અને આ સમગ્ર પ્રકરણ દબાય ગયા બાદ અચાનક કૌભાંડનો તાજેતરમાં ઇન્ચા.સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફીસર વચ્ચે વાતચીતનો ઓડીયો બહાર આવતા આ કૌભાંડમાં જેતે સમયના ઇન્ચા.સીડીપીઓ દર્શનાબેન પુરોહીતને ફસાવવાનુ સડયંત્ર કરાતું હોવાનોની વાતચીત અધિકારી પ્રોગ્રામ ઓફીસર સાથે વાત થઇ રહી છે. આ કૌભાંડમાં ઓફીસ માંજ બેઠતા જય નામના કર્મચારી તરફ કૌભાંડનું કુકડુ ગુચવાયેલ છે અને ભરતીના ત્રણ દિવસ પહેલા મેરીટ લીસ્ટ બહાર પાડી દીધેલ હોવાની વાતચીત કરી રહ્યા છે.

ઇન્ચા.સીડીપીઓ અને અધિકારી વચ્ચે થયેલી વાતચીત.

CDPO અને અધિકારી વચ્ચે વાતચીત
અધિકારી: હ… બેન કેમ છો ?
CDPO: સાહેબ તમારી તબિયત કેમ છે ? હેરાન કરીએ છીએ.
અધિકારી: સારું છે હો..સારું છે.
CDPO: સારું છે ને તો વાંધો નહીં.
અધિકારી: ઘણું, ઘણું પહેલાં કરતાં ઘણું સારું એમ.
CDPO: તો વાંધો નહીં સાહેબ
અધિકારી: ના. સારું છે. ભગવાનની દયા.
CDPO: તો વાંધો નહીં સાહેબ, એ તો આપણે જે કર્મ કર્યા હોય એમાં વાંધો આવે જ નહીં…
અધિકારી: 100 ટકા.
CDPO: હવે સાહેબ હું એમ કહેતી હતી કે, ત્રણ દિવસથી બધા લાભાર્થીઓ આવે જ છે. આજે જ આવ્યા હતા. હવે એને આવી રીતે જ કર્યું છે. હવે હું એમ કહું છું સાહેબ કે હું જ તમને, પ્રોગ્રામ ઓફિસરને અને ડીડીઓ સાહેબને એક ટપાલ લખું કે, આવી રીતે ઓફિસમાંથી ત્રણ દિવસ પહેલાં જ મેરિટ લિસ્ટ બહાર પાડીને વહીવટ થઈ ગયો છે તો ઓફિસમાં અમારા કર્મચારી જે અમે આ કામગીરી કરી હતી. ઓફિસમાં તપાસ કરવા વિનંતી એમ કરીને એક લેટર લખી દઉં તો એટલે શું આપણે તો ઓલામાં ન આવીએ.
અધિકારી: હા લખી નાખો વાંધો નહી.
CDPO: હા કેમ કે…
અધિકારી: કાગળ લખો એ વાંધો નહીં. લખવો જ જોઈએ.
CDPO: સામેથી જ હું તપાસ કરવાનું કહું છે કે, અમારા તરફ તપાસ કરો. કેમ કે, જિલ્લામાં ને બધે મારું નામ એવી રીતે આપ્યું છે કે, CDPOએ જ આવો વહીવટ કરાવ્યો છે. મારા નામથી જ બધું થયું છે. કે દર્શના બહેને આમાં બધુ કરવાનું કહ્યું છે દોઢ લાખ રૂપિયા લાવો એટલે થઈ જશે. કાલ તો અમારી પાસે બધુ પ્રુફ આવી જશે. અમે જે તે વ્યક્તિના ખાસને કહ્યું છે એટલે બધુ આવી જશે. મારું નામ જિલ્લામાં પણ આ લોકોએ બદનામ કરી નાખ્યું છે..

અધિકારી: ના ના. એમાં આપણે કંઈ એવું નહી. સત્ય છે એ સત્ય જ રહેવાનું છે. સૂર્ય ક્યારેય ઢાંક્યો રહેવાનો છે ? બસ શું કામ ચિંતા કરો છો.

અધિકારી: સાહેબના ધ્યાને જતું રહ્યું છે ટૂંકમાં…
CDPO: હાં વાત ગાંધીનગર સુધી પહોંચી છે. પાછા એ લોકો હોશિયાર કેવા કે CDPOની ઓફિસનું સરનામું આપે. પૈસા લેવા સીડીપીઓની ઓફિસના ગેટ પાસે આવો. એટલે હું જ જવાબદાર ઠરુંને સાહેબ.

CDPO: ટૂંકમાં એવું પણ થયું હશે કે ડેટા ઓપરેટર છે એનાથી જ લીક થયું હોય એવો અમને થોડો થોડો અંદેશો આવે છે. અમુક એમ કહે છે કે, જિલ્લામાંથી અમને બધા મેસેજ મળ્યા છે.એવું તો કાંઈ હોય નહીં. એટલે હું જ લેટર લખી દઉં કે અમારી ઓફિસમાં આ કામગીરીમાં એટલા વ્યક્તિ હતા. તપાસ કરાવવા વિનંતી. સામેથી જ હું કહી દઉ

આ 6 મીનીટ અને 31 સેકન્ડની ઓડીયો ક્લીપએ આંગણવાડી કેન્દ્રમાં ભરતીઓ વખતે કેવા કેવા કોભાંડ કરીને વિધવા, ગરીબો અને બેરોજગાર ઉમેદવાર પાસે નાણા મેળવી મોજ કરવામાં આવે છે. તેનું ભ્રષ્ટાચારી અધિકારી અને કર્મચારીઓની સાંઠ ગાંઠ પુરી પાડે છે.

ઉના સીડીપીઓની કચેરીમાં કોંડીનેટરની મનમાની

બાળ વિકાસ સંકલીત કચેરીમાં વિસ્તાર વાઇઝ કો-ડીનેટરની નિમણુંક કરાયેલ હોય તેને પોતાના ફીલ્ડમાં જઇને સોપેલ વિસ્તારની આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન અને ચાલતી પ્રવૃતિ અંગેની સુરક્ષા બાબતે ચકાસણી કરવાની હોય તેમજ ઓફીસ પર બેસીને ઉપલી કચેરીમાં રીપોટીંગ અને માહીતી મોકલવાની હોય પરંતુ કો-ઓડીનેટરો પોતાની મનમાની તેના સમયે ફરજ બનાવતા હોય અને ગમે ત્યારે કલાકો અને દિવસો સુધી આવતા પણ ન હોય અને માત્ર પગાર લઇ જતાં હોય આવા કો-ડીનેટરો ઉના સીડીપીઓને પણ જવાબો આપતા ન હોય તેમજ કચેરીમાં પણ કર્મચારીનું કોઇપણ પ્રકારનું હાજરી પત્રક રાખવામાં આવતુ ન હોય તેના કારણે તેની ફરજ ક્યા ગામે અને કઇ રીતે બજાવે છે તેની માહીતી મળતી ન હોવાનું જાણવા મળેલ છે.

લેતી દેતી પ્રકરણમાં જય અને માતાનો હાથ,ની તપાસ થશે

તા.25 સપ્ટે 2020 કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યા કરવા મેરીટ યાદી જાહેર થયેલ એ પહેલા ઊના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ યાદી લીક થયેલ હતી. જેમાં પૂર્વ બાળ વિકાસ યોજનાના અધિકારી ઉનાના નામે લેતી દેતી થતી હોવાના મોખિત આક્ષેપો અને અહેવાલો બહાર આવેલા અને આ ગેરરીતીમાં જય અને તેની માતાના નામનો ઉલ્લેખ થતો હોય આ માતા-પુત્ર કોણ તે તપાસનો વિશષ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap