પશ્ચિમ બંગાળમાં 10 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટની અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો હતો. જેને ધ્યાનમાં લઈને ગૃહમંત્રાલયે બંગાળના કાયદા વ્યવસ્થાને લઈને ડીજીપી અને મુખ્ય સચિવને સમન મોકલ્યું છે. બન્નેને 14 ડિસેમ્બરે સમન કરવામાં આવ્યું છે. ગુરૂવારે જેપી નડ્ડા જ્યારે ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા, ત્યારે તેના કાફલા પર હુમલો થયો હતો.
એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની કાનૂન વ્યવસ્થાની સ્થિતી વીશે શુક્રવારે સવારે કેન્દ્રને મોકલેલા રિપોર્ટના આધાર પર બન્ને સમન કર્યા છે. રિપોર્ટમાં ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રાજ્યપાલે પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. જેમાં જેપી નડ્ડાના કાફલા પર હુમલો અને મુખ્ય સચિવ અને ડીજીપીની યાત્રા સુરક્ષા જરૂરતો વીશે સતર્ક હોવા છાતા આ ઘટના કેમ બની હતી. તેને લઈને ડિટેલ્સ છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતીની છબી રજુ કરી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્ય સચિવ અને ડીજીપીને સમન કર્યા છે.”
અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને એટલા માટે સમન કરવામાં આવ્યા છે, કારણે કે, તેમણે ગૃહ સચિવ અજય ભલ્લાને ગુરૂવારે એક પત્રનો જવાબ આપ્યો નહતો, જેમાં તેમણે નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો જવાબ માગ્યો હતો.
ગહમંત્રી અમિત શાહ સહિત તમામ બીજેપી નેતાઓ આ ઘટનાની ટીકા કરી છે. અમિત શાહે કહ્યું કે, તૃણમૂલ શાસનમાં બંગાળ અત્યાચાર, અરાજકતા અને અંધકારના યુગમાં જતું રહ્યું છે. કેન્દ્ર સરકાર આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. બંગાળ સરકારે આ હિંસા મામલે પ્રદેશની શાંતિપ્રિય જનતાને જવાબ આપવો પડશે.
