કિશન બાંભણિયા, ગીર સોમનાથ: રગઢડા તાલુકામાં દિનપ્રતિદીન દીપડાના હિંસક હુમલા ઓના કારણે લોકો પરેશાન બની ગયા છે. ખૂંખાર દીપડા માનવ જીંદગી માટે ખતરનાખ બની રહ્યા છે. ગીરગઢડાના અંબાડા ગામે વહેલી સવારના સાડા ચાર વાગ્યાના સુમારે જંગલી ખૂંખાર દીપડો ખાંભલા પ્લોટ વિસ્તારમાં આવી ચડેલ અને અંબાડા ગામના માલધારી ટીણાભાઇ ભાયાભાઇ છેલાણા પોતાના ધેટા-બકરા બાંધવાના ઢાળીયા હેઠળ ભર નિંદ્રામાં સુતા હતા. એ વખતે હિંસક દીપડાએ તેમના પર હુમલો કરી હાથ પગમાં ગંભીર ઇજા કરી નાશી છુટ્યો હતો.
ટીણાભઇ છેલાણા પોતાના પરીવાર સાથે પ્લોટ વિસ્તારમાં રહેતા હોય રાત્રીના સમયે તેમનું પરીવાર સંતાનો સાથે અલગ રૂમમાં હતું અને પોતાના ધેટા-બકરાની સુરક્ષા હેતુ ટીણાભાઇ આ મૂંગા પશુઓની જોગમાં સુતા હતા.
આ વખતે જંગલી પ્રાણીએ હુમલો કરતા વહેલી સવારે દેકારો મચતા ટીણાભાઇ છેલાણાનું માલધારી પરીવાર જાગી જતાં તાત્કાલીક 108 એમરજન્સી બોલાવી ઇજાગ્રસ્તને ઉના સરકારી દવાખાને સારવારમાં ખસેડેલ હતા. અને જશાધાર વન્યવિભાગના આર એફ ઓને જાણ કરતા ટીમ સાથે અંબાડા ગામના પ્લોટ વિસ્તારમાં દોડી ગયા હતા. હિંસક માનવ પર હુમલો કરનાર દીપડાની શોધખોળ શરૂ કરી છે.
જંગલ બોર્ડરના રેલ્વે સીમ વિસ્તારમાં દીપડાઓનું રહેઠાંણ બન્યુ
અંબાડા ગામ જંગલ બોર્ડરને અડી આવેલ હોય આ ગામમાં રેલ્વે વિસ્તાર તરીકે ઓળખાતા સીમમાં જંગલી જનાવરોની અવર જવર કાયમી રહે છે. અને દીપડાઓએ આ વિસ્તારને રહેઠાંણ બનાવતા વારંવાર માવન વસ્તી ધરાવતા પ્લોટ વિસ્તારમાં દીપડાઓ આવી ચડી મુંગા પશુઓને શિકાર બનાવતા રહે છે. અને માનવ પર પણ હુમલા કરતા લોકોમાં ગભરાટનું વાતાવરણ છવાયુ છે.
