બિમલ માંકડ,કચ્છ: મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ત્રણ પોલીસ કર્મચારી આરોપીઓ પૈકી એક ગફુરજી ઠાકોર નામના ફરાર આરોપી પોલીસ કર્મચારીને ગુજરાત એટીએસએ તેના ગામ ઉંટવેલીયા ખાતેથી ઝડપી પાડયો છે.
એ.ટી.એસ. દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી પર મુન્દ્રા પોલીસ મથકના ગુના રજીસ્ટર નં. ૪૮/૨૦૨૧ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨, ૩૪૩, ૩૩૦, ૩૩૧, ૩૨૬, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ના કસ્ટોડીયલ ડેથના ગુનામા સંડોવાયેણીનો આરોપ છે તે આરોપી ગફુરજી ઠાકોર પોતાની ધરપકડન થાય તેવા ઉદ્દેશ્યથી નાસતો ફરતો હતો.
તેઓને શોધી કાઢવા માટે અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ, ગુજરાત રાજય અમદાવાદનાએ સુચના કરેલ, જે આધારે એ.ટી.એસની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ મારફતે અને બાતમીદારોથી માહિતી મેળવતા મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં બે ગઢવી યુવાનોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે બે મૃતક યુવાનો પૈકી એક ગઢવી યુવાનનું મૃત્યુ નિપજતાં આ દુઃખદ ઘટના પ્રકાસમાં આવી હતી અને બનાવબાદ ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
જે પૈકી નાસતો ફરતો પોલીસ કોન્સ્ટેબલ આરોપી ગફુરજી પીરાજી ઠાકોર ઉ.વર્ષ ૨૬, રહે ઉંટવેલીયા, તાલુકો, થરાદ,જિલ્લો બનાસકાંઠા વાળાને તેના ગામમાં એટીએસે તપાસ કરતા તે મળી આવ્યો હતો. તેની ધરપકડ કરીનર આ બહુચર્ચિત ગુનાના તપાસનીશ પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે.એન.પંચાલ ભુજને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની અથાગ મહેનત બાદ એક આરોપીની ધરપકડ થતા અન્ય બે આરોપીઓની પણ કડીઓ મળશે તે તરફ લોકોની મીટ મંડાઈ છે.
