ભારતના ‘આત્મનિર્ભર’ શબ્દએ વિશ્વમાં વધાર્યુ ગૌરવ,ઓક્સફોર્ડે આપ્યું આ બિરુદ

આત્મનિર્ભર શબ્દને ઓક્સફોર્ડ ભાષા દ્વારા વર્ષ 2020 માટે હિન્દી શબ્દ જાહેર કરવામાં આવ્યો છે. તેમના મતે, તે અસંખ્ય ભારતીયોની દૈનિક સિદ્ધિઓને માન્યતા આપે છે, જેમણે મહામારીના સંકટનો સામનો કર્યો છે. આ શબ્દને ભાષાના નિષ્ણાતની એક એડવાયઝરી પેનલ દ્વારા પસંદગી કરી હતી. જેમાં ક્રિતિકા અગ્રવાલ, પૂનમ નિગમ સહાય અને Imogen Foxell શામેલ છે.

નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, ઓક્સફોર્ડ વર્ષ માટેનો હિન્દી શબ્દ તે છે જે પાછલા વર્ષના સ્વભાવ, સ્થિતિ અને સાંસ્કૃતિક મહત્વનું વર્ણન કરે છે. ઓક્સફોર્ડ ભાષાએ નિવેદનમાં જણાવ્યું છે કે, મહામારીની શરૂઆતના મહિનાઓમાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના કોવિડ -19 રિકવરી પેકેજની જાહેરાત કરી, ત્યારે તેમણે મહામારીના સંકટનો સામનો કરવા માટે દેશ, અર્થવ્યવસ્થા, સમાજ અને વ્યક્તિગત રીતે આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો.

વધુમાં જણાવાયું છે કે, પ્રધાનમંત્રીના સંબોધન બાદ આત્મનિર્ભર શબ્દના ઉપયોગમાં ખૂબ જ થયો છે, જે ભારતની જાહેર શબ્દકોશમાં તેના વધતા મહત્વને પ્રકાશિત કરે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શિવરામકૃષ્ણન વેંકટેશ્વરને કહ્યું કે,આ અણધાર્યા વર્ષમાં સમગ્ર આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી સફળતા મોટા પાયે ભારતમાં કોવિડ -19 વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અને કોવિડ-19 વેક્સિન ડેવલપમેન્ટની પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત તમામ વર્ગના લોકો સાથે જોડાયેલું છે કારણ કે, તે કોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત અર્થતંત્રના રિવાઈવલનો જવાબ માનવામાં આવે છે.

અગાઉ, ઓક્સફોર્ડ વર્ષના મોટા હિન્દી શબ્દ આધાર (2017), નારી શક્તિ (2018) અને સંવિધાન(2019) હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap