એસ્ટરોઇડ આજે પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યા છે. એસ્ટરોઇડએ એક એવો પથ્થર હોય છે જે અવકાશમાં ફરતી હોય છે અને ઘણી વખત આપણી પૃથ્વીની નજીક પહોંચે છે. આજે 6 જાન્યુઆરીએ 62 મીટર એસ્ટરોઇડ 2021 AC પસાર થશે. મીડિયા અહેવાલો અનુસાર, તેની ઉંચાઈ ઇજિપ્તના ગ્રેટ પિરામિડથી અડધો હોય છે.
નિષ્ણાંતોના મતે આ પૃથ્વીથી આશરે 35 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. ત્યાર બાદ 270 મીટરનો 2016 CO247 લગભગ 74 લાખ કિલોમીટર દૂરથી પસાર થતો જોવા મળશે. તેનું કદ આઈફિલ ટાવર જેટલું હશે. છેલ્લું એસ્ટરોઇડ 2018 KP1 છે જે 32 મીટરનું છે. આ એસ્ટરોઇડ પૃથ્વીનો 31 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે.
એસ્ટરોઇડએ પથ્થર છે જે અવકાશમાં ધૂમતી રહે છે. તેઓ ઘણીવાર આપણી ધરતીની નજીક પહોંચી જાય છે, જે નરી આંખે જોઈ શખાતુ નથી. પરંતુ જો આપણે ઇતિહાસનાં પાનાંઓ જોઈએ, તો ઘણી વખત તેઓ પૃથ્વી પર પણ ટકરાઈ છે.
નિષ્ણાંતો કહે છે કે,આ એસ્ટરોઇડને કારણે પૃથ્વીને કોઈ નુકસાન નથી. કારણ કે તે વાયુમંડળમાં પ્રવેશતાની સાથે જ આકાશના પથ્થરો તૂટીને બળી જાય છે. પરંતુ કેટલીકવાર ઉલ્કાના દેખાવમાં, પૃથ્વી પરથી એસ્ટરોઇડ્સ દેખાય છે અને જો તે મોટા કદના હોય, તો તેઓ પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે છે.
ખગોળશાસ્ત્રીઓના મતે, જો કોઈ હાઇ સ્પીડ સ્પેસ ઓબ્જેક્ટ પૃથ્વીથી 46.5 લાખ માઇલની નજીક આવે તેવી સંભાવના છે, તો તે જોખમી છે. નાસાની Sentry સિસ્ટમ આવા ખતરાઓ પર નજર રાખે છે.
