આ જિલ્લામાં આશાવર્કર, આંગણવાડી કાર્યકર્તા,તેડાગર બહેનોને કોરોના વેક્સિન મુકવામાં આવી

પંચમહાલ: કોરોના મહામારીની વચ્ચે હવે અનલોકમાં હવે તંત્ર દ્વારા સંક્રમણ વધતુ અટકે તે માટે વેક્સિન શોધાયા બાદ રસીકરણની કામગીરી શરૂ કરવામા આવી છે. જેમા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયા ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં આશાવર્કર,આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યુ હતું.

દેશમા કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે વેકસીનેશનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાઆવી છે. જિલ્લા અને તાલુકાકક્ષાએ આરોગ્ય કર્મીઓને રસીકરણનો પ્રારંભ કરવામા આવ્યો હતો. જેમાં ડોકટર તેમજ આરોગ્ય કર્મીઓનું રસીકરણ કરવામા આવ્યું છે. રસીકરણની કામગીરી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે.

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યક્ષેત્રમાં ફરજ બજાવતા આશાવર્કર બહેનો,તેમજ આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું,આરોગ્ય વિભાગના ડોક્ટર્સની નિગરાનીમાં રસીકરણ કરવામા આવ્યુ હતું.

વેકસીનેશન બાદ અડધો કલાક સુધી નિરીક્ષણ રૂમમા રાખવામાં આવ્યા હતાં. જેમાં કોઈ આડઅસર જોવા મળી ન હતી. અત્રે નોધનીય છે કે, કોરોના મહામારી સમયે લોકડાઉનમાં આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર્તા બહેનો,તેડાઘર બહેનોએ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બનીને પોતાના જીવના જોખમે આરોગ્યલક્ષી સર્વેની કામગીરી કરીને ફરજ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap