રાજકોટમાં અશાંત ધારો લાગું ! મિલ્કત લે-વેચ માટે મંજુરી લેવી પડશે, જાણો શું છે આ કાયદો

વિનય પરમાર, રાજકોટઃ ગુજરાતમાં આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહેલા મહેસૂલ વિભાગે રાજકોટમાં અશાંત ધારો લાગુ કર્યો છે. જે મુજબ શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસોકોર્ષ રિંગ રોડ પર આવેલી 28 જેટલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રિંગ રોડ પર આવેલી છોટુનગર,નિરંજન સોસાયટી,નહેરુ નગર , સિંચાઈ નગર, ઈન્કમટેક્ષ સોસાયટી, અવંતિકા પાર્ક જેવી સોસાયટીઓ માટે અશાંત ધારો લાગૂ કર્યો છે. આ જાહેરનામા મુજબ, અશાંત ધારો લાગૂ થયા બાદ આ વિસ્તારની જમીન કે અન્ય સંપત્તિઓના માલિકોએ પોતાની સંપત્તિ વેચતા પહેલા આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. રાજકોટ માટે પ્રથમ વખત લાગૂ કરવામાં આવેલ અશાંત ધારો 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી લાગૂ રહેશે.

રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતી અને સુરક્ષા પુરી પાડવાના હેતુથી અશાંત ધારાનો કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત અશાંત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં જિલ્લા અધિકારીની મંજૂરી વિના કોઈ એક ધર્મના સભ્યો દ્વારા અન્ય ધર્મના સભ્યોને સંપત્તિત વેચવા પર રોક લગાવવામાં આવી છે. આ કાયદા અંતર્ગત 3 થી 5 વર્ષની સજા અને એક લાખ રૂપિયાના દંડ અથવા સંપત્તિના 10 ટકા (જે પણ વધારે હોય) દંડની જોગવાઈ છે.

શા માટે અશાંત ધારો?

રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં એક સંપ્રદાયના લોકોની વસતી વચ્ચે બીજા સંપ્રદાયના લોકો રહેવા આવે તો ભવિષ્યમાં કોમીતંગદિલી સર્જાવાનો ખતરો ઉભો થાય છે. બે ધર્મના લોકો વચ્ચો તંગદિલી વધતા મિલ્કતો સસ્તામાં વેંચવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં શહેરની કુલ 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા સરકારમાં દરખાસ્ત થઇ હતી.

કઇ કઇ સોસાયટીનો સમાવેશ

(1) છોટુનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ (2) નિરંજની સોસાયટી (3) આશુતોષ સોસાયટી (4) સિંચાઈ નગર સોસાયટી (5) આરાધના સોસાયટી (6) સ્વસ્તિક સોસાયટી (7) પ્રગતિ સોસાયટી (8) ઈન્કમટેક્ષ સોસાયટી (9) બેંક ઓફ બરોડા સોસાયટી (10) દિવ્યસિધ્ધિ સોસાયટી (11) જીવનપ્રભા સોસાયટી (12) અંજની સોસાયટી (13) કુષ્ણકુંજ સોસાયટી (14) સૌરભ સોસાયટી (15) રેસકોર્ષ પાર્ક (16) વસુંધરા સોસાયટી (17) અવંતિકા પાર્ક (18) જનતાજનાર્દન સોસાયટી (19) જાગૃતિ શ્રમજીવી સોસાયટી (20) યોગેશ્ર્વર પાર્ક (21) શ્રેયસ સોસાયટી (22) નવયુગ સોસાયટી (23) બજરંગવાડી (24) સુભાષનગર (25) ચુડાસમા પ્લોટ (26) નહેરુનગર સોસાયટી (28) રાજાનગર (29) અલ્કાપુરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap