જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે, તબિયત લથડતાં આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોધપુર જેલમાં મંગળવારે રાત્રે આસારામની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જાતીય શોષણના આરોપમાં આસારામ બાબુને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2013માં જોધપુરના એક આશ્રમમાં એક સગીર યુવતીએ આસારામ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી 31ઓગસ્ટ 2013માં ધરપકડ કરવામાં આવી હતી.
2014માં આસારમે સુપ્રીમ કોર્ટમાં જમાનતની અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. પોક્સો એક્ટ હેઠળ આસારામને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
