આગમના એંધાણ: કેતુના જલતત્વ રાશિમાં ભ્રમણથી ભારત માટે તક્લીફજનક બની શકે છે

મકર રાશિમાં ગુરુ અને શનિ યુતિ અને છાયા ચંદ્રગ્રહણ વચ્ચે અગાઉ લખ્યા મુજબ આતંકી ગતિવિધીએ માજા મૂકી છે અને નાઇજીરિયામાં મોટો નરસંહાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં પણ આતંકી ગતિવિધિમાં ૩૦ લોકોના મૃત્યુ થયા છે. આયુ,આરોગ્યનો કારક શનિ મકર રાશિમાં સ્વગૃહી ચાલતો હોવાથી નજીકના સમયમાં વિમાના સુરક્ષાના પ્રિમિયમમાં ઘટાડો થઈ શકે છે! તેમ જ વધુ સારી સવલતો મળી શકે.

તા.૧૨ પછી ઠંડી નું પ્રમાણ ઓચિંતાનું વધી શકે છે. શક્તિની દવાઓ તેમજ આયુર્વેદિક ઔષડીયાના વેચાણમાં જંગી વધારો થઇ શકે. હાલના ગ્રહમાન વચ્ચે વિશ્વની મોટાભાગની સરકારો આતંકવાદ પર ચિંતિત છે. તો બીજી તરફ કેતુના જલતત્વ રાશિમાં ભ્રમણ સાથે બ્રહ્મપુત્રા નદી પર ચીનની મેલી નજર છે અને તે ત્યાં વિશાળ બાંધ બનાવવા ઈચ્છે છે.

જે ભારત માટે તક્લીફજનક બની શકે છે. ગોચરમાં સૂર્ય અને ચંદ્ર બંને રાહુ અને કેતુની અસરમાં છે. જેથી વિશ્વમાં અજંપા ભરી સ્થિતિ જોવા મળે છે. અગામી તા.૨ ડિસ્મે. સૂર્ય મહારાજ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે શીતળ પવનને વધુ ઠંડોગાર કરનાર બનશે. જયારે મંગળ મહારાજ મેષમાં આવવા માટે જયારે પ્લુટો મકરમાં આવવા માટે તૈયારી કરી રહ્યા છે.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap