યુનાઇટેડ કિંગડમના બ્રોડકાસ્ટ રેગ્યુલેટરને ન્યૂઝ એન્કર અર્ણબ ગોસ્વામીની રિપબ્લિક ભારત ચેનલ પર 20 હજાર પાઉન્ડ (લગભગ 19.73 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તેમની ચેનલ પર એક શો દ્વારા નફરત અને અસહિષ્ણુતાને પ્રમોટ કરવાનો આરોપ છે.
યુકે ઓફિસ ઓફ કમ્યુનિકેશન (OfCom)એ 22 ડિસેમ્બરે તેના આદેશમાં રિપબ્લિક ભારત ચેનલ શો ‘પૂછતા હૈ ભારત’ ના એપિસોડનો ઉલ્લેખ કર્યો હતો, જે 6 સપ્ટેમ્બર 2019 ના રોજ ટેલીકાસ્ટ થયો હતો. Live Law અનુસાર, નિયમનકારે કહ્યું કે, આ એપિસોડમાં ‘OfCom બ્રોડકાસ્ટિંગ કોડ શર્તોનું ઉલ્લંધન કર્યું છે,જેમાં આક્રામક ભાષા, ‘હેટ સ્પીચ’અને વ્યક્તિઓ, સમુહો,ધર્મો અથવા સમુદાયો તરફથી અપમાનજનક અને વાંધાજનક વર્તન’ અને પાકિસ્તાનના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરી છે.
આદેશમાં લખ્યું છે કે, “OfComના બ્રીચ ડિસીજનમાં સામે આવ્યું છે કે, પૂછતા હે ભારત કાર્યક્રમના એક એપિસોડમાં, હોસ્ટ અને તેના કેટલાક મહેમાનો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે પાકિસ્તાનના લોકો વિરુદ્ધ હેટ સ્પીચ અને પાકિસ્તાનના લોકોનું અપમાનજક વ્યવહાર હતું. કન્ટેન્ટ સ્વાભાવિક આપત્તિજનક હતું અને સંદર્ભ દ્વારા તે યોગ્ય નહતું.”
ક્યા શો પર ફટકાર્યો દંડ?
યુકેમાં જે શો પર દંડ ફટકારવામાં આવ્યો છે, તે ભારત ચંદ્રયાન 2 સ્પેસક્રાફ્ટ મિશનને લઈને હતો.તેમાં ભારતના સ્પેસ અને ટેક્નોલોજીની સરખાણી પાકિસ્તાન સાથે કરવામાં આવી હતી.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે,કાર્યક્રમમાં પ્રજેક્ટર અને તેના કેટલાક મહેમાનો દ્વારા એવુ દર્શાવવામાં આવે છે કે, પાકિસ્તાનના બધા લોકો આતંકવાદી છે. તેમાં એવુ સમાવેશ કરવામાં આવ્યો હતો કે, તેના સાઈન્ટિસ્ટ, ડોક્ટરો,ખેડાલીઓ અને નેતા સહિત બધા આતંકવાદી છે. દરેક બાળક આતંકવાદી છે. તમે એક આતંકવાદી એકમ સાથે ડીલ કરી રહ્યા છો.
દંડની સાથે અર્નવ ગોસ્વામીની ચેનલને એક તારીખ સુધીમાં OfComનો દંડ ભરી દેવાનો આદેશ આપ્યો છે. રિપબ્લિક ભારતના આ કાર્યક્રમ ફરી પબ્લીસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
