પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પરથી ચીની સૈનિકોની પીછેહઠ, જુઓ તસવીરો

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા તણાવ બાદ હવે બંને દેશોની સેના અને તેમની ટેન્ક પાછા ફરી રહી છે. આ ડિસએંગેજમેન્ટની કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે. સામે આવેલી આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ચીની સૈનિકો પરત ફરી રહ્યાં છે. આ સાથે ચીનીની સેના (PLA)એ જે સ્થળોનું નિર્માણ કર્યું હતું તના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બાંધકામના ધ્વસ્તના ફોટા પણ જોઇ શકાય છે. આ અંગે ભારતીય સેના દ્વારા એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ચીનના સૈનિકો અને ટેન્કોને પરત ફરતા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.

પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પરથી ચીની સૈનિકોની પીછેહઠ, જુઓ તસવીરો

પૂર્વી લદ્દાખના પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી, ચીન અને ભારતની સેના નિર્ધારિત પ્રક્રિયા અનુસાર પીછેહઠ કરી રહ્યાં છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે છથી સાત દિવસનો સમય લાગશે. આ માહિતી સંરક્ષણ અને સુરક્ષા મથકો સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો પેંગોંગ લેકના ઉત્તરી કાંઠેથી પીછેહઠ કરી રહ્યા છે, બંકરો, કામચલાઉ પોસ્ટ્સ અને અન્ય બાંધકામો તોડી રહ્યાં છે. ચીનના સૈનિકોની સંખ્યા પણ સતત ઓછી થઈ રહી છે. આ માહિતી સંરક્ષણ અને સુરક્ષા મથકો સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,ચીનના સૈનિકો પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠેથી પીછેહઠ કરી રહ્યાં છે, બંકરો, કામચલાઉ પોસ્ટ્સ અને અન્ય બાંધકામો તોડી રહ્યાં છે. ચીનના સૈનિકોની સંખ્યા પણ સતત ઓછી થઈ રહી છે.

પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પરથી ચીની સૈનિકોની પીછેહઠ, જુઓ તસવીરો

જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારના કાંઠે લગભગ દસ મહિના સુધી તૈનાત રહ્યાં બાદ ભારત અને ચીનના સૈનિકો અને ટેન્ક ડિસએન્ગેજ થઈ રહ્યાં છે. સાથે પાછલા ગુરુવારે 11 ફેબ્રુઆરીએ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું કે, “ચીન સાથે સતત વાટાઘાટોથી પેંગોંગ લેકની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી સૈનિકો પરત ખેંચવાની સંમતિ થઈ છે. કરાર બાદ ભારત-ચીન આગળની ચોકી પર તૈનાત સૈન્યને તબક્કાવાર અને સંકલિત રીતે પીછે હટાળવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap