જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પરિવાર ઉપર સશસ્ત્ર હુમલો, ગાડીઓમાં તોડફોડ

વિનય પરમાર, રાજકોટ: જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને પુત્રો ઉપર પડવલા ગામે કેટલાક શખસોએ બેલા અને પથ્થરો અમને કેમ આપતા નથી તેમ કહી ગાળો આપી લોખંડના પાઇપ, લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી ગાડીઓમાં પણ ભાંગફોડ કરી હોવાનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે.

જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન સોલંકીના પતિ ભુપતભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગતરોજ તેમનો પુત્ર રોહિત મોટરકાર લઈને પોતાના ગામ વાળાડુંગરા જતો હતો ત્યારે પડવાલા ગામે પહોંચતા ત્યાં કેટલાક શખ્સો તેને માર મારતો હોવાનો ફોન ફરિયાદીને કર્યો હતો.

જેથી ફરિયાદી ભૂતપભાઈ પોતે જેતલસર ગામે એક સામાજિક કામેથી પોતાની કાર લઈ ડ્રાઈવર ચિરાગ પીપળીયા સાથે પડવલા જવા નીકળ્યા અને પડવલા પહોંચી ગામના આગેવાન સુરુભા જાડેજા સાથે પોતાના પુત્રને માર મારવા બાબતે વાતચીત કરતા હતા ત્યાં છથી સાત સખશો લોખંડના પાઇપ તેમજ લાકડી લઈને તૂટી પડતા ડ્રાઇવર ચિરાગે વાળાડુંગર ગામે ફોન કરતા ફરિયાદીના દીકરા જયેશ અને બે ભત્રીજાઓ ત્યાં મોટર સાયકલ લઈને આવતા તેઓને પણ લાકડી, પાઈપથી મારમારી અને ગાડીઓનો પણ કચ્ચરઘાણ વાળી દઈ તમે અમને બેલા પથ્થરો કેમ નથી આપતા હવે તો તમને જાનથી મારી નાખવા છે તે મુજબ ની ધમકીઓ મારતા ફરિયાદી અને તેમના પુત્રો સહિત બધાને મારી નાખશે તેવા ડરે વાહનો ત્યાં મૂકીને નાશીને પોતના ગામ આવી સારવાર માટે જેતપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

હોસ્પિટલથી જ સુરુભા જાડેજા તેમનો પુત્ર અજયસિંહ જાડેજા, ભગિરથસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા અને જટુભાનો પુત્ર એમ સાત સખશો સામે ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો હતો. સામા પક્ષે પણ કેટલાક શખ્સો ઈજાગ્રસ્ત થયા હોય તેઓએ પણ સામી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ભુપતભાઇ પોતે ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ હોય અને રાજકોટ પંચાયતની જેતલસરની બેઠકના ભાજપ તરફથી પ્રબળ દાવેદાર પણ મનાતા હોય ઉપરાંત તેમની પત્ની તાલુકા પંચાયતની પ્રમુખ અને પુત્રવધુ વાળાડુંગર ગામની સરપંચ હોય તેઓ ઉપર ઉમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap