કિશન બાંભણિયા, ગીર સોમનાથ: બાર જ્યોતિર્લિંગો માનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર અનેક ઇતિહાસ ધરાવતું મંદિર છે અને પુરાતત્વ વિભાગ દ્વારા ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની એક બેઠક વર્ષ દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં પ્રધાનમંત્રી ખાસ રસ લઇને પ્રભાસ પાટણના સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો તેના અનુસંધાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી આઇ આઇ ટી ગાંધીનગરની સહયોગી એવી ભારતની ચાર સંસ્થાના પ્રતિનિધિઓ સોમનાથ આવી અને પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના આજુબાજુના ચાર વિસ્તારમાંજીપીઆર ઇન્વેસ્ટિગેશન સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના મેઇન ગેટ પાસે નો દરવાજા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુધ્ધ ગુફા ચોથુ સ્થાન સોમનાથ મંદિરનું પરિસર જ્યાંથી મંદિરમાં જાવા માટે પ્રવેશ સ્થળ છે. તે જગ્યા આમ સોમનાથ ચાર સ્થળોએ પુરાતત્વ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આકિયોલોજીકલનો સંશોધન 32 પાનનો નકશા સાથે નો રીપોર્ટ સોમનાથ ટ્રસ્ટ ને આપવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી ગાંધીનગર અને ભારતની આઇઆઇટી એવી ચાર સંસ્થાના નિષ્ણાંતો આસરે પાંચ કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રી રોકાણ કરી સાઇડ લે આઇટ પ્લાન તૈયાર કરી સર્વ કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જી પી આર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે છે. તેના પરથી નિષ્ણાંત પોતાના અભિપ્રાય આપે છે, તેના પરથી રીપોર્ટ તૈયાર થાય છે.
આ રીપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથમાં આવેલ ગૌલકધામમાં આવેલ ગીતામંદિરના આગળ ભાગમાં હિરણનદી કાંઠે સર્વ કરી જણાવેલ છે કે, ત્યાં ભુગર્ભમા પાકુ બાંધકામ છે. બીજી જગ્યા સર્વ કરેલ જેમાં સોમનાથ મંદિર મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે જ્યાં જુનો કોઠાર નામે બાંધકામ હતું. જે દુર કરવામાં આવેલું છે ત્યાં ભુમિમા શું હતું તે સંશોધન માટે જીપીઆર મશીન દ્વારા જોતા નિષ્ણાતોનો અભિપ્રાય છે. ત્યાં ભુગર્ભમા ત્રણ માળનું મકાન છે. અઢી મીટરનો એક માળ બીજો પાંચ મીટર બીજો માળ અને ત્રીજો સાડાસાત મીટર ઈંડાય ત્રણ માળાનું બાંધકામ છે.
જ્યારે સાઇડ ત્રણમા સોમનાથ પ્રવેશ પોલીસ ચોકી જ્યાંથી મંદિરની અંદરે પ્રવેશ થાય છે,ત્યાં Lઆકારનું બાંધકામ ભુગર્ભમાં છે. જ્યારે સાઇડ ચાર કે જે ત્રિવેણી સંગમ જતા રોડ પાસે બુધ્ધ ગુફા આવેલ છે, ત્યાં રીપોર્ટ પ્રમાણે ભુગર્ભમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું ગુફા હોવાનુ સંભવ છે. તો એજ જગ્યાએ ધાતુની કોઇ મૃતિ અથવા ધાતુ હોવાના વાઇબ્રેશન આવતા હોવાથી ધાતુની બુધ્ધની પ્રતિમા એવા કોઇ બીજા સાધનો મળે તેવી શક્યતા છે.આ રીપોર્ટમા દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત રીપોર્ટ દરેક સ્થાનો ભુગર્ભ જે સ્થિતિ વાઇબ્રેશન દર્શાવ છે. તેના પણ ફીશર દર્શાવતા પ્રોફાઇલ આપવામાં આવી છે. આમ આ સંસ્થાના નિષ્ણાતોએ પોતાના સંશોધન નિષ્પક્ષ આપી અને સોમનાથ ટ્રસ્ટને જે રીપોર્ટ આપવામાં આવ્યો છે. જે ધણો મહત્વ છે જો આ પુરાતત્વ ખોદકામ કરવામાં આવે તો તે મહત્ત્વનો ઇતિહાસિક સમગ્રી પ્રાપ્ત થઇ શકે તેમ છે.
