ડોક્ટરોની ઉઘાડી લૂંટ, કોરોનાના દર્દીઓના સગાઓ પાસેથી વસુલી રહ્યા છે મનમાની ફી

હર્ષદ પટેલ,સાબરકાંઠા: જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના પોઝેટીવની સંખ્યા કુદકે અને ભુસકે વધી રહી છે ત્યારે તા ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લામાં કોરોના પોઝેટીવનો આંક ૧૫૦૦ થી જધુ થઈ ગયો છે. જેથી અનેક લોકો સારવાર લેવા માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી સરકાર માન્સ કોવિલ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. જ્યા અનેક ખાનગી તબિબો કોરોનાના દર્દીઓના સગાઓ પાસેથી મનમાની ફી વસુલીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. તેમ છતા સંલગ્ન વિભાગ કોઈજ કાર્યવાહી કરતુન હોવાની ચર્ચા શરૂ થઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના પોઝેટીવના કેસમાં જે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેના લીધે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ તથા અન્ય સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોમાં પથારી ખાલી નથી તો બીજી તરફ કેટલાક તબિબો માટે કોરોના ખુબજ આશીર્વાદ રૂપ પુરવાર થયો હોય તેમ લાગી રહ્યું છે . જિલ્લામાં સૌથી વધુ કેસ હિંમતનગર શહેર અને ગામડાઓમાં વધુ છે ત્યારે મોટાભાગના દર્દીઓ હિંમતનગર સિવિલમાં અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબુર બન્યા છે.

આ અંગે કોરોનાથી મુક્ત થયેલા એક દર્દીના જણાવાયા મુજબ હુ હિંમતનગરની એક સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યા દશેક સારવાર લીધી હતી જેમાં તબિબોએ મને કોઈ સ્પર્શ કર્યો હોય તેવુ મને યાદ નથી અને જે પણ સ્ટાફ સારવાર કરતો હતો તેમનું વર્તન અને સારવાર કરવાની પધ્ધતિ સંતોષ કારક ન હતી. સાથોસાથ તબિબો દ્વારા વારંવાર લેબોરેટરી ટેસ્ટ કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી અને કેટલીક મોંઘી દવાઓ પણ ખરીદવા માટે જણાવાતુ હતું . સારવાર લઈ વચ્ચે થયા બાદ જ્યારે તબિબને બીલ ચુકવવાનો વખત આવે ત્યારે અધધ કહી શકાય તેટલી ફી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.

સૂત્રોના જણાવાયા મુજબ હિંમતનગર શહેર ઉપરાંત તલોદ , પ્રાંતિજ , ઈડર અને ખેડબ્રહ્મા સહિત અન્ય સ્થળે લગભગ હિંમતનગર સિવિલ હોસ્પિટલને બાદ કરતા સાતથી વધુ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે . જ્યા એક દિવસનું રૂમનું ભાડુ લગભગ આઠ હજારથી વધુનું વસુલવામાં આવે છે . જેમાં તબિબો ગમે તેટલી ઓળખાણ લાવો તો પણ ઝાઝો ઘટાડો કરતા નથી જેથી એમ લાગે છે કે ખરેખર કોરોના એ તબિબોને બખ્ખા કરાવી દીધા છે.

આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવના કેસની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર સહિત જિલ્લામાં વધુ ત્રણ ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને કોવિલ હોસ્પિટલ તરીકે માન્યતા આપવાની આખરી ચર્ચા વિચારણા ચાલી રહી છે . અને આગામી ત્રણેક દિવસમાં આ ત્રણ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળે તે માટે સઘવડો ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap