વીજ નિયમન પંચના સભ્ય તરીકે મેહુલ ગાંધી નિમણુંક, સીએમ સમક્ષ લીધી શપથ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય વીજ નિયમન પંચ-GERCના નવનિયુકત સભ્ય મેહુલ ગાંધીએ મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ હોદ્દા અને ગુપ્તતાના શપથ મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધા હતા.

આ અવસરે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ આનંદકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

વીજ નિયમન પંચના સભ્ય તરીકે મેહુલ ગાંધી નિમણુંક, સીએમ સમક્ષ લીધી શપથ

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વીજ નિયમન પંચમાં અધ્યક્ષ ઉપરાંત બે સભ્યોની નિમણુંક કરવામાં આવતી હોય છે. આ બે સભ્યો પૈકીના એક સભ્ય કાયદા-ન્યાયતંત્રના ક્ષેત્રમાંથી પસંદ કરવામાં આવે છે

તદઅનુસાર રાજ્યના ન્યાયતંત્રમાં જિલ્લા ન્યાયાધિશ તરીકે સેવાઓ આપી તાજેતરમાં નિવૃત્ત થયેલા મેહુલ ગાંધીની રાજ્ય સરકાર દ્વારા વીજ નિયમન પંચના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા મેહુલ ગાંધીની વીજ નિયમન પંચના સભ્ય તરીકેની નિમણુંક તેઓ હોદ્દાનો પદભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap