વિશ્વવિખ્યાત એપ્પલ કંપનીએ પોતાની એક મજબુત ઓળખ બનાવી ચુકી છે. મેટ્રો સિટીમાં તો એપ્પલને દરેક બાળક પણ ઓળખે છે, પરંતુ ગામડાઓમાં પણ તેની એટલી જ ખ્યાતી છે. જ્યા સુધી આ કંપનીના આઈફોન,મેકબુક અને એયરપૉડ જેવા ઘણા ઈલેક્ટ્રિોનિક પ્રોડક્ટ બનાવતી કંપની રૂપમાં ઓળખવામાં આવે છે. પરંતુ હવે આ કંપની કાર માર્કેટમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહી છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીના રૂપમાં એપલ 2024 એન્ટ્રી કરશે.
ખુદની બેટરી બનાવવા પર ભાર
એપ્પલની માર્કેટમાં આવનારી કારની સૌથી મોટી ખાસિયત એ માનવામાં આવી રહી છે કે, એપ્પલ પોતાના સ્માર્ટફોનના પ્રોસેસરની જેમ પોતાની ઈલેક્ટ્રિક કાર માટે ખુદ બેટરી ટેકનિક વિકસિત કરવામાં લાગી છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, એપ્પલ દ્વારા બનાવવામાં આવતી આ કાર પેસેન્જર કાર હશે. માહિતી અનુસાર, 2024માં એપ્પલ ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે એક અગત્યાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
એપ્પલની ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રીના સમાચારો વહેતા થતા, દિગ્ગજ કંપની ટેસ્લાના માથે આભ ફાટ્યું છે. કારણ કે, ટેસ્લા પણ આ સેક્ટર (ઈલેક્ટ્રિક કાર)ની હરોળમાં પહેલાથી જ આવી ચુકી છે અને તેણે પોતાની કાર માર્કેટમાં લોન્ટ કરવા માટે 17 વર્ષનો સમય લાગી શકે છે,જ્યારે એપ્પલે આ સેક્ટરમાં જે તેજી બતાવી છે. તો તેનાથી ઓટોમોબાઈલ કંપનીઓએ કોન્પિટિશનની તૈયારીઓમાં જરૂર રહેવું પડશે.
જે રીતે લોકોને એપ્પલના નવા-નવા પ્રોડક્ટ્સની આતુરતાથી રાહ જોતા હોઈ છે, એવી જ રીતે એપ્પલની કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ જોવાનું એ છે કે, ઓટો સેક્ટરમાં એપ્પલ ખુદને કેવી રીતે સ્તાપિત કરશે અને શું એવી જ રીતે ઓટો સેક્ટરમાં પોતાનો પાયો જમાવી શકશે, જેવી રીતે મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સને લોન્ચ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
