Apple પણ ફોલ્ડેબલ iPhone લોન્ચ કરવાની તૈયારીમાં,જાણો વિગતો

Apple ટૂંક સમયમાં ફોલ્ડેબલ આઇફોન ફોન લોન્ચ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, Appleએ ચીનના Shenzhen શહેરમાં તેની Foxconn factoryમાં આ માટે બે ફોલ્ડબલ પ્રોટો ટાઇપ આઇ ફોનનું ટેસ્ટ કર્યું છે.

આઇફોનનાં બે પ્રોટો ટાઈપમાંથી એક dual-screen model છે અને બીજો clamshell foldable સ્માર્ટફોન હશે. જે લગભગ સેમસંગ ગેલેક્સી Z Flip અને Motorola Razr જેવો હોઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે એપ્પલ તેના ફોલ્ડેબલ આઇફોનને 2022 અથવા 23માં લોન્ચ કરી શકે છે. સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને પ્રોટો ટાઈપને Foxconn factoryમાં તમામ ટેસ્ટમાંથી પસાર કરી ચૂક્યા છે. આ સાથે, એવું કહેવામાં આવી રહ્યું છે કે clamshell foldable સ્માર્ટફોનમાં lexible Samsung OLED displayનો ઉપયોગ કરી શકે છે.

Jon Prosser નામના યુ ટ્યુબરે દાવો કર્યો છે કે Apple ક્લેમશેલ જેવા ફોલ્ડેબલ આઇફોન ફોન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઉપરાંત, ફોલ્ડિંગ આઇ ફોનની કોન્સેપ્ટ ઇમેજ શેર કરતી વખતે, તેણે કહ્યું છે કે એપ્પલ 2023 માં ફોલ્ડેબલ આઇફોન ફોન લોન્ચ કરી શકે છે.

જણાવી દઈએ કે એપ્પલ ફોલ્ડેબલ આઇફોન ફોન બનાવવા માટે સક્ષમ છે કે નહીં. તો સેમસંગ અને મોટોરોલા બાદ તે ત્રીજી કંપની હોત જેણે ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવ્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap