પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થાય તે પહેલાં જ સીએમ મમતા બેનર્જીને ફરી એક ઝટકો લાગ્યો છે. હવે બીજા ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીના ધારાસભ્ય અને મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા છે. જો કે, મમતાએ કહ્યું છે કે, તેઓ ધારાસભ્ય પદ પર ચાલુ રહેશે.
રમત મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જી માટે આ બીજો મોટો ઝટકો છે. શુક્લા મમતા સરકારમાં રમત મંત્રી પદ સંભાળતા રહ્યા હતા. જોકે, રિપોર્ટનું કહેવું છે કે, શુક્લાએ સીએમ મમતા બેનર્જી અને રાજ્યપાલને મોકલેલા રાજીનામામાં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી છે. જોકે, તેમના તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
જણાવી દઇએ કે પહેલા ટીએમસીના મોટા નેતા શુભેન્દુ અધિકારી, સાંસદ સુનિલ મોંડલ સહિતના પાર્ટીના લગભગ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ બધા નેતાઓ અમિત શાહની ઉપસ્થિતિમાં લાવ્યા હતા. ત્યાર બાદ શાહે મમતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણીના સમય સુધીમાં માત્ર દીદી ટીએમસીમાં એકલા જ રહેશે.
