JIC સેન્ટર ભુજમાં વધુ એક પાકિસ્તાની કેદીનું મોત,તંત્ર હરકતમાં

બિમલ માંકડ, કચ્છ: ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં વધુ એક પાકિસ્તાની નાગરિકનું મોત નીપજતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

JICમાં રહેલાં સૈયદ અબ્દુલ રહીમ નામના 32 વર્ષીય યુવાને શારીરિક બીમારીથી આજે સવારે 10 : 50 કલાકે દમ તોડી દેતા તેનું મૃત્યુ થઇ ગયું છે. JICના A.S.I. સોઢા તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે તેને સારવાર તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. જેની મૃત્યુ નીપજ્યું તે સૈયદ અબ્દુલ રહીમ (રહે. બગ્ગા, પાકિસ્તાન) છેલ્લાં દસ વર્ષથી JIC ભુજમાં કેદ હતો.

તે 2010માં ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવા બદલ નરા પોલીસે તેની ધરપકડ કરી વિધિ વત ગુનો નોંધી JIC ભુજમાં મોકલી આપાયો હતો. JICના પીઆઈ પી.એચ. લગધીરકાએ જણાવ્યું કે મૃતક જે વખતે ઝડપાયો હતો.ત્યારે તેની સારીરીક તપાસણી કરવામાં આવી હતી અને ત્યારથી જ તે માનસિક અસ્વસ્થ જણાતો હતો. તો માનસિક આરોગ્યની હોસ્પિટલમાં અગાઉ તેની સારવાર પણ કરવામાં આવી હતી. સૈયદ અબ્દુલ રહીમ માનસિક અસ્વસ્થતા ઉપરાંત તે ટીબીની બીમારીથી પણ પીડાતો હતો. ઘટના અંગે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી ભુજ બી ડિવિઝન પીઆઈ બી.એમ.વસાવાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap