CNG વાહન ચાલકો માટે ખુશ ખબર, લેવાયો આવો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં પ્રદૂષણ મુકત-પર્યાવરણ પ્રિય CNGનો ઉપયોગ વ્યાપક બનાવવાની વધુ એક પહેલ કરવામાં આવી છે. સીએમ રૂપાણીએ CNG સહભાગી યોજનાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ કર્યો છે.

CNG વાહન ચાલકો માટે ખુશ ખબર, લેવાયો આવો નિર્ણય

૧૬૪ નવા CNG સ્ટેશન્સ કાર્યરત કરવા માટેના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ સંપન્ન થયો છે. ગુજરાતમાં ર૩ વર્ષમાં પ૪ર CNG સ્ટેશન સામે પાછલા બે જ વર્ષમાં નવા ૩૮૪ CNG સ્ટેશન ઊભા થયા છે. હવે, રાજ્યમાં વાહનચાલકોને સરળતાએ CNG મળશે.

CNG વાહન ચાલકો માટે ખુશ ખબર, લેવાયો આવો નિર્ણય

ગુજરાતે પર્યાવરણપ્રિય ઇંધણ-ફયુઅલના ઉપયોગની નવી દિશા દેશને બતાવી છે. સમગ્ર દેશના કુલ ર૩૦૦થી વધુ CNG સ્ટેશનના સૌથી વધુ ૬૦ ટકા ૬૯૦થી વધુ CNG સ્ટેશન્સ ગુજરાતમાં છે. ગ્લોબલ વોર્મિંગ–પ્રદૂષણના પડકાર સામે ઝિરો ટોલરન્સની નેમ વ્યકત કરતા સીએમ રૂપાણી.

CNG વાહનોના વધુ ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ જારી રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર ૯૦૦ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap